લાલપુરના સિંગચ ગામે એલસીબીનો દરોડો, 12 પતાપ્રેમી પકડાયા
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સીંગજ ગામમાં રહેતા એક ખેડૂતના રહેણાંક મકાનમાં જુગારધામ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ ગઈ રાત્રે દરોડો પાડ્યો હતો, અને મકાન માલિક સહિત 1ર પત્તા પ્રેમીઓને રંગે હાથ ઝડપી લઇ તેઓ પાસેથી રૂૂપિયા પોણા ચાર લાખની માલમતા કબજે કરી છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે લાલપુર તાલુકાના સીંગચ ગામમાં નવી સોસાયટીમાં રહેતા ઈશ્વરસિંહ સદુભાવવાઢેર નામના એક ખેડૂત ના રહેણાક મકાનમાં જુગારધામ ચાલી રહ્યું છે, અને જામનગર જિલ્લામાંથી તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી કેટલાક પત્તા પ્રેમીઓ જુગાર રમવા માટે આવ્યા છે, જે બાતમી ના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન મકાન માલિક સહિત 12 પત્તા પ્રેમીઓ ગંજી પાના વડે હારજીતનો જુગાર રમતા પકડાયા હતા.
એલસીબીની ટુકડીએ મકાન માલિક ઈશ્વરસિંહ સદુભા વાઢેર ઉપરાંત ઉંમર અહમદભાઈ ભાયા, આમીન આદમભાઈ, વિજય આલાભાઇ માતંગ, આદમ ભાઈ હુસેનભાઇ શુંભણીયા, નારુભાઈ સામતભાઈ કારિયા, હુસેન ઇબ્રાહીમભાઇ મુન્દ્રા, જાવેદ મહમદ ચમડિયા, અબ્દુલ સુલેમાન ભાઈ ભાયા, અફરોજ સુલેમાનભાઈ ભટ્ટી તેમજ મનોજ કાંતિભાઈ દાવદ્રાની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂૂપિયા 1,17,200 ની રોકડ રકમ 12 નંગ મોબાઈલ ફોન તેમજ પાંચ નંગ મોટરસાયકલ વગેરે સહિત કુલ રૂૂપિયા 3,87,800 ની માલમતા કબજે કરી છે.