ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દ્વારકામાં ધમધમતા જુગાર અખાડા પર એલસીબીનો દરોડો: છ શખ્સો ઝબ્બે

11:53 AM Jun 05, 2025 IST | Bhumika
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા મંગળવારે સાંજે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ એલ.સી.બી.ની ટીમે દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા સલીમ ઈશાક મોખા નામના 39 વર્ષના મુસ્લિમ ભડેલા શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો.

Advertisement

આરોપી સલીમ દ્વારા પોતાના અંગત આર્થિક ફાયદા માટે બહારથી માણસો બોલાવીને અહીં ચલાવતા જુગારના અખાડામાંથી પોલીસે સલીમ ઈશાક મોખા સાથે અનવર કાદર બેતારા, આરીફ સુલેમાન ભીખલાણી, શરીફ ઉર્ફે બંગાલી ઈસ્માઈલખાન પઠાણ, ઈમરાન ઉમર મનસુરી અને ગફાર ભીખન તુરક નામના છ શખ્સોને ઝડપી લીધા હતા. આ કાર્યવાહીમાં પોલીસે 42,200 રોકડા તેમજ રૂૂપિયા 40,500 ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂૂપિયા 82,700 નો મુદ્દામાલ કબજે કરી, આ અંગે દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધાયો છે.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.આઈ. આકાશ બારસીયા, પી.એસ.આઈ. બી.એમ દેવમુરારી, વી.એન. સીંગરખીયા અને એસ.વી. કાંબલીયા સાથે સ્ટાફના બલભદ્રસિંહ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, પીઠાભાઈ ગોજીયા, પ્રદિપસિંહ જાડેજા અને સચિનભાઈ નકુમ દ્વારા કરવામાં આવી હતી.

Tags :
Dwarkadwarka newsgamblingLCB raid
Advertisement
Next Article
Advertisement