જોડિયામાં અપહરણના પાંચ વર્ષથી ફરાર શખ્સને દબોચી લેતી એલસીબી
જામનગર જિલ્લાના જોડીયા પોલીસ મથકના અપહરણ ના એક ગુનામાં રાજકોટમાં જેલવાસ ભોગવતો પાકા કામનો કેદી છેલ્લા પાંચ વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર રહ્યા પછી એલસીબી ની ટુકડી એ ઝડપી લીધો છે, અને રાજકોટની જેલમાં મોકલી આપ્યો છે.
મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર નો વતની નવલ ઉર્ફે રૂૂમાલ પારસીભાઈ લખમીયા કે જે 2017 ની સાલમાં ધ્રોલ તાલુકાના વાગુદડ ગામ પાસે રહેતો હતો, અને જોડિયા પોલીસ સ્ટેશનના 2017 ની સાલના અપહરણના કેસમાં પકડાયા બાદ તેને રાજકોટની મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે રાખવામાં આવ્યો હતો.ત્યારબાદ તેને પેરોલ મળ્યા હતા, અને પોતે છેલ્લા પાંચ વર્ષથી નાસ્તો ફરતો રહ્યો હતો. ઉપરોક્ત આરોપી ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામ પાસે આવી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાત્રે એલસીબીની ટુકડીએ વોચ ગોઠવી નવલભાઇ ઉર્ફે રૂૂમાલ પારસીભાઈ લખમિયાને ઝડપી લીધો છે, અને રાજકોટ ની જેલમાં સુપ્રત કરી દેવાયો છે.