ફઈ-ભત્રીજીના અપહરણમાં સંડોવાયેલ વકીલની ઈન્દોરથી ધરપકડ
ગભરાટમાં ઈન્દોરમાં ઝેરી દવા પી લીધી, હોસ્પિટલમાંથી રજા મળતા જ ધરપકડ
શહેરના ગાંધીગ્રામ વિસ્તારની અલ્કાપુરીમાં રહેતા વેપારી પરિવારની આઠ વર્ષની પુત્રીનું રેસકોર્સ તેની જ બહેન દ્વાર અપહરણ કરવાના મામલે પ્ર.નગર પોલીસે વેપારીની બહેનની ધરપકડ કર્યા બાદ આ પ્રકરણમાં સંડોવાયેલ એડવોકેટે ઇન્દોરમાં આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટમાં ખસેડ્યા બાદ રાજકોટ પોલીસની ટીમ એડવોકેટને લઇ રાજકોટ આવી હતી અને તેનું મેડીકલ ચેકઅપ કરાવી ધરપકડની તજવીજ શરુ કરી છે. બીજી તરફ વેપારીની બહેનને કોર્ટ હવાલે કર્યા બાદ તેને જેલ હવાલે કરવામાં આવી હતી.
અલ્કાપુરી વિસ્તારમાંથી ગત 24 જૂલાઈએ 6 વર્ષની ભત્રીજી અનાયા સાથે ગાયબ થયેલી 44 વર્ષીય ફઈ રિમા માખાણીના કેસમાં પોલીસે કાવતરાખોર ફૈઈ રિમા માખાણીની ધરપકડ કરી હતી. આ મામલે ભાઈ રીયાઝભાઇ ફિરોજભાઈ માખાણીની ફરિયાદને પ્ર.નગર પોલીસે આધારે તેની બહેન રીમા અને એડવોકેટ રાજવીરસિંહ ઝાલા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસ તપાસમાં ભાઈ પાસે રૂૂપિયા પડાવવા અને મિલકતમા ભાગ માટે આખાયે ખેલની રચના કરનાર રિમા માખાણીએ કબુલાત આપી પોતે કરેલા કૃત્ય અંગે પસ્તાવો વ્યક્ત કર્યો હતો.
પિતાની માલિકીની કરોડો રૂૂપિયાની મિલકતમાં ભાગ પડાવવા પોતે રેલનગરમાં રહેતા વકીલ રાજવીરસિંહ ઝાલાને મળી હતી અને વકીલ ઝાલાએ કાવતરું ઘડ્યું હતું. એડવોકેટ રાજવીરસિંહ ઝાલાએ ખંડણી માગવા માટે બાળકી અનાયાના પિતા રિયાઝને ઇન્ટરનેશનલ કોલ કર્યો હતો, પરંતુ રિયાઝે તે ફોન રિસીવ કર્યો નહોતો, એટલું જ નહીં ત્યારબાદ રાજવીરસિંહે હિન્દીમાં મેસેજ કર્યો હતો નતુમ્હારી પત્ની ઔર બેટી હમારે કબ્જેમે હૈથ પરંતુ આ મેસેજ પણ રિયાઝે ફઇ ભત્રીજી પરત આવી ગયા ત્યાં સુધી રીડ કર્યો નહોતો, જો આ ફોન રિસીવ થયો હોત તો વહેલી તકે આરોપીઓનું લોકેશન મળી શક્યું હોત.
પૂછપરછ દરમિયાન રડી પડેલી ફૈઈએ કાવતરા અંગે મોઢું ખોલતાં કહ્યું હતું કે જો તે એકલી લાપતા થઈ હોત મતલબ કે એકલીનું અપહરણ થયું છે તેવું નાટક કર્યું હોત તો ભાઈ પૈસા ન આપત એટલા માટે જ છ વર્ષની ભત્રીજી સાથે અપહરણનું તરકટ રચ્યું હતું. રીમાની ધરપકડ બાદ એડવોકેટ રાજવીરસિંહે ઇન્દોરમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે ઇન્ડો ની એક હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેની ઉપર પોલીસ જાપ્તો ગોઠવવામાં આવ્યા બાદ આ મામલે રાજકોટ પોલીસને જાણ કરવામાં આવી હતી .અપહરણ કાંડમાં સંડોવાયેલ એડવોકેટ રાજવીરસિંહ ઝાલાનો પ્ર.નગર પોલીસે ઈન્દોરથી કબજો લઇ તેના રિમાન્ડ મેળવવા રાજકોટ કોર્ટમાં રજુ કરવા અને તેનું મેડીકલ ચેકઅપ કરાવવા તજવીજ કરી છે.