પુનિતનગરમાં ફર્નિચરના કામ બાબતે મકાન માલિકનો કારીગર પર લાકડીથી હુમલો
શહેરના પુનિતનગર પાસે 80 ફુટ રોડ પવિત્રમ એપાર્ટમેન્ટમા રહેતા મકાન માલીકે તેમના ઘરે ફર્નિચર કામ માટે આવેલા યુવાનને માર મારતા પોલીસમા ફરીયાદ નોંધાઇ છે. આ મામલે મવડીમા કૈલાશ પાર્ક વ્રજ પેલેસમા રહેતા અક્ષયભાઇ અરવિંદભાઇ ખંભાયતા (ઉ.વ. ર9) એ પોતાની ફરીયાદમા વસંતભાઇ રાદડીયાનુ નામ આપતા તેમના વિરૂધ્ધ મારામારી અને ધમકી અંગેની ફરીયાદ નોંધાવી છે. અક્ષયભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ સાતેક વર્ષથી ફર્નિચરના વ્યવસાય સાથે જોડાયેલા છે. છ મહીના પહેલા તેઓએ વસંતભાઇ રાદડીયાના પવિત્રમ એપાર્ટમેન્ટ ફલેટ નં 804 મા ફર્નિચર કામ રાખ્યુ હતુ. ગઇ તા. 25 ના રોજ રાત્રીના સમયે વસંતભાઇએ ફર્નિચરના કામ બાબતે ફલેટ પર જણાવેલ સરનામે બોલાવેલ અને જેથી અક્ષયભાઇ અને તેમના બનેવી પંકજભાઇ ત્યા ગયા હતા જેથી વસંતભાઇ અને તેમના ભાઇ હરેશભાઇએ ફર્નિચરના બાકી રહેલા કામ બાબતે વાતચીત કરતા હતા.
ત્યારે અચાનક આ વસંતભાઇ ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા તેમજ હરેશભાઇ સાથે માથાકુટ થયા બાદ સમાધાન થઇ ગયુ હતુ. ત્યારબાદ ગઇકાલે સવારે ફરી ફર્નિચરના કામ બાબતે વસંતભાઇએ માથાકુટ શરૂ કરી હતી અને અક્ષયભાઇના કારીગર જેશારામભાઇ સાથે માથાકુટ કરી હતી. તેમજ જેશારામને ગાળો આપી હતી તેમજ તેમને કહયુ કે હજુ ગઇકાલે જ તારા શેઠને માર માર્યો તોય તને ખબર નથી પડતી. જીવવાનુ છે તમારે ? જો હજી કામમા સુધારો ન આવ્યો તો તને અને તારા શેઠને પુરા કરી દેવા પડશે. આ મામલે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ચૌહાણ અને સ્ટાફે તપાસ શરૂ કરી છે.