ગોંડલના દાળિયામાં બોગસ દસ્તાવેજ ઊભા કરી જમીન પચાવી પાડવા કૌભાંડ
વારસદારની મામલતદારમાં રજૂઆત
ગોંડલનાં દાળીયા ગામમાં આવેલી જમીનમાં ખોટા દસ્તાવેજ ઉભા કરી જમીન હડપી લેવાની બાબતે જમીનનાં મુળ માલીકનાં વારસદારે ગોંડલ મામલતદાર ને રજુઆત કરી કૌભાંડ અંગે તપાસની માંગ કરીછે.
પ્રાપ્ત વિગત મુજબ વેજાગામ રહેતા અનિરૂૂધ્ધસિંહ હારીજસિહ જાડેજા એ મામલતદાર ને રજુઆત માં જણાવ્યું કે દાળીયા ગામની જમીન સર્વે નં.59 નાં મુળ માલિક મારાં પિતા ગુજરાનાર હારીજસિહ હોવા છતા દાળીયાનાં રવજી માવજી પટેલ દ્વારા જમીન દ્વારા ખોટા ગીરોનાં કાગળો ઉભા કરી જમીન હડપ કરી જવા કૌભાંડ આચરાયું છે. વાસ્તવમાં ગીરો દસ્તાવેજ થી કોઇ મિલ્કત ટ્રાન્સફર થઇ શકતી નથી.અને કોઇ માલીક બની જતુ નથી.
જે ખોટી એન્ટ્રી ઉભી કરાઇ છે.જેતે સમયે મામલતદાર કચેરી દ્વારા કાગળોની ચકાસણી કર્યા વગર એકત્રીકરણ કરી નખાયુ છે.આ અંગે રેવન્યુ રેકર્ડ સાથે છેડછાડ કરનાર તમામ સામે તપાસ હાથ ધરી કાયદેસર ની કાર્યવાહી કરવા તથા નવી માપણી મુજબ ઉપરોક્ત સર્વે નંબર વાળી જમીન ગુજરાન હારીજસિહ નાં નામે મળેલ હોય તેમના વારસદાર રુએ અમોને અપાવવા રજુઆત માં જણાવાયું છે.