For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નશા માટેનો ખર્ચ કાઢવા બન્ને મિત્રો પેડલર બન્યા:રૂા. 5.94 લાખના એમડી ડ્રગ્સ સાથે પકડાયા

04:37 PM Dec 26, 2024 IST | Bhumika
નશા માટેનો ખર્ચ કાઢવા બન્ને મિત્રો પેડલર બન્યા રૂા  5 94 લાખના એમડી ડ્રગ્સ સાથે પકડાયા

થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે પૂર્વે શહેર એસઓજી ટીમે રૂૂ.5.94 લાખની કિંમતનો 3.965 કિલો ચરસના જથ્થા સાથે બે મિત્રોને ઝડપી લઇ રીમાન્ડ ઉપર પુછપરછ શરુ કરી છે. બન્ને નશાખોર મિત્રો 7 માસ પૂર્વે પરિચયમાં આવ્યા બાદ નશા માટેનો ખર્ચ કાઢવા માટે બન્ને પેડલર બન્યા હતા. આ બન્ને પાસેથી કોણ કોણ ડ્રગ્સ ખરીદતું હતું તે જાણવા મોબાઇલના કોલ ડીટેઇલ ઉપર તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે. આ બન્ને શખ્સોને ડ્રગ્સ સપ્લાય કરનારની પણ પોલીસ શોધખોળ કરી રહી છે.ભાવનગર રોડ પર શાળા નં-93 નજીકથી રીક્ષામાંથી એસઓજીની ટીમે રિક્ષામાં બેઠેલા લલૂડી વોંકળી પાસે રહેતા અને મૂળ યુપીના લખનઉના વતની શબ્બીર સલીમ શેખ(ઉ.વ.32) અને સહકાર મેઇન રોડ પર કલ્યાણ હોલ નજીક રહેતા અક્ષય કિશોર કથરેચા (ઉ.વ.30)ની ધરપકડ કરી રૂૂ.5,94,750ની કિંમતનો 3.965 કિલોગ્રામ ચરસ, બે મોબાઇલ અને રિક્ષા સહિત કુલ રૂૂ.6,59,750નો મુદ્દામાલ કબજે કર્યો હતો

Advertisement

. રિક્ષામાં બેઠેલા લલૂડી વોંકળી પાસે રહેતા અને મૂળ યુપીના લખનઉના વતની શબ્બીર સલીમ શેખ અને સહકાર મેઇન રોડ પર કલ્યાણ હોલ નજીક રહેતા અક્ષય કિશોર કથરેચા ચરસનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે સહિતના મુદ્દે એસઓજીની ટીમે રિમાન્ડ ઉપર વધુ તપાસ અને પુછપરછ શરુ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, આ બંને શખ્સો પોતે પણ બંધાણી છે નશો કરવાની આદતને કારણે બન્ને એક બીજાના પરિચયમાં આવ્યા અને નશાનો ખર્ચ કાઢવા બન્ને પેડલર બન્યા હોવાનું ખુલવા પામ્યું છે. ઝડપાયેલો શબ્બીર અને અક્ષય અગાઉ માદક પદાર્થ લઇ આવ્યા હતા કે કેમ?

તેમજ આ બંને મિત્રો આ ડ્રગ્સ રાજકોટમાં કોને કોને આપતા હતા તે બાબતે વધુ માહિતી જાણવા બન્નેના રિમાન્ડની માંગ સાથે બન્ને ના મોબાઇલના કોલ ડીટેઇલ ઉપર તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે.પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા અને ઇન્ચાર્જ ડીસીપી ક્રાઈમ ભરત બી બસિયાની સુચનાથી એસઓજીના પી.આઈ એસ.એમ.જાડેજા અને તેમની ટીમે કામગીરી કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement