For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધોરાજીના ઉમરકોટ ગામે જામનગરના વેપારીની જમીન ઉપર કબજો કરનાર બે સામે લેન્ડ ગ્રેબિંગ

01:21 PM Aug 01, 2024 IST | Bhumika
ધોરાજીના ઉમરકોટ ગામે જામનગરના વેપારીની જમીન ઉપર કબજો કરનાર બે સામે લેન્ડ ગ્રેબિંગ
Advertisement

કલેક્ટર સમક્ષ કરેલી અરજી બાદ ગુનો નોંધવા હુકમ કરાતા ધોરાજી પોલીસે બન્ને શખ્સોની કરેલી ધરપકડ

Advertisement

ધોરાજીના ઉમરકોટ ગામે જમીન ધરાવતા જામનગરમાં રહેતા વેપારીની જમીન ઉપર બે શખ્સોએ કબજો કરી લેતા આ મામલે કલેક્ટરમાં કરેલી અરજીના આધારે ધોરાજીના ઉમરકોટ ગામના બે શખ્સો સામે લેન્ડગ્રેબીંગ હેઠળ ગુનો નોંધાયો છે અને ધોરાજી પોલીસે બન્નેની ધરપકડ કરી છે.

મળતી વિગતો મુજબ જામનગરના શરૂસેક્શન રોડ ઉપર પંચવટી ગૌશાળા પાસે આશાપુરા હોટલની પાછળ નિલમ મકાનમાં રહેતા વેપારી રફીકભાઈ હુશેનભાઈ ઈરાનીએ ધોરાજી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામના ઈકબાલ ઉમર ખેરાણી અને અહેમદ ઉર્ફે બશીર ખેરાણી નામના બન્ને ભાઈઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવાના અધિનિયમની કલમ 3,4 (ત્રણ) મુજબ ગુનો નોંધ્યો છે. જામનગરના વેપારી રફીકભાઈ ઈરાણીએ પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની જમીન ધોરાજીના ઉમરકોટ ગામે સર્વે નં. 37-1, ખાતા નં. 254 મુજબ આવેલી હોય આ જમીન ઉપર ઉમરકોટ ગામના ઈકબાલ ઉમર ખેરાણી અને તેના ભાઈ અહેમદ ઉમર ખેરાણીએ છેલ્લા ઘણા વખથતથી કબ્જો કર્યો હતો.

જામનગરમાં વેપાર કરતા મુળ ઉમરકોટ ગામના રફીકભાઈ ઈરાણીની જમીન પડાવી લેનાર બન્ને ભાઈઓ સામે રાજકોટ કલેક્ટરમાં લેન્ડગ્રેબીંગ હેઠળ અરજી કરવામાં આવી હતી. કલેક્ટરની લેન્ડગ્રેબીંગની બેઠકમાં રફીકભાઈની જમીન ઉપર કબ્જો કરનાર ઈકબાલ અને અહેમત ખેરાણી સામે ગુનો નોંધવા કલેક્ટર દ્વારા જિલ્લા પોલીસ વડાને હુકમ કરવામાં આવ્યો હોય જે અંગે ધોરાજી પોલીસ મથકમાં રફીકભાઈની ફરિયાદને આધારે ઈકબાલને બશીર સામે લેન્ડગ્રેબીંગ હેઠળ ગુનો નોંધી બન્નેને સકંજામાં લેવામાં આવ્યા છે. આ લેન્ડગ્રેબીંગ અંગેની તપાસ જેતપુર વિભાગના ડિવાયએસપી આર.એ. ડોડિયા ચલાવી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement