પત્નીની છેડતી કરનાર પૂર્વ સરપંચને મજૂરે કાયમી શાંત કરી દીધો
રાજકોટના સરધારમાં પૂર્વ ઉપસરપંચ એવા ખેડૂત હરેશ સાવલિયાની હત્યામાં ક્રાઈમ બ્રાંન્ચે હત્યા કરનાર મજુરને એમ.પી.બોર્ડરેથી ઝડપી લીધો હતો. મૃતક હરેશ મનોજની પત્નીને અડપલાં કરતો હોય અને પત્નીએ આ બાબતે હરેશને ફરિયાદ કરી ‘તારાથી કશું નહીં થાય તેવું મેણુ મારી સરધાર મુકી ગામડે ચાલી જતાં અંતે હરેશે પત્નીની છેડતી કરનાર પૂર્વ સરપંચને ત્રિકમનો એક ઘા ઝીંકી પતાવી દીધો હતો.
સરધારના પૂર્વ સરપંચ હરેશ સાવલીયાની ગત તા.22ના રોજ વાડીએ હત્યા થઈ હતી. આ અંગે ફરિયાદમાં મૃતકના પુત્રએ જણાવ્યું કે, વાડી મજુર મનોજ અમારી વાડીએ એકલો રહેતો હતો અને અમારા ભાગીયા વતનમાં ગયેલા હોય જેથી મારા પપ્પા રાતના અમારી વાડીએ ધ્યાન રાખવા માટે સુવા ગયા હતાં. આ મામલે ક્રાઈમ બ્રાંચ અને આજી ડેમ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂૂ કરી હતી. બાદમા ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સ થકી માહીતી મેળવેલ કે, હરેશભાઈ સાવલીયાનું મર્ડર કરનાર મનોજ હાલ તેના વતન મધ્યપ્રદેશ તરફ ભાગી ગયો છે. જે અંગે ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સથી તપાસમાં હતા તે દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલ કે, મર્ડર કરનાર મનોજ મધ્યપ્રદેશના ધારના દુધીરપટ ગામે છે.
જેથી ક્રાઈમ બ્રાંચની ટીમ તાત્કાલીક મધ્યપ્રદેશ ખાતે જઈ આરોપી મનોજ તોતારામ પલાસને પકડી પુછપરછ કરતા મરણજનાર હરેશભાઈ સાવલીયા આરોપીની પત્નીની મરજી વિરૂૂધ્ધ શારીરીક અડપલા કરી આરોપીની પત્ની સાથે જબરદસ્તી સંબંધ રાખવા માંગતો હતો. પત્નીએ હરેશની છેડતી અંગે પતિને ફરિયાદ કરી પતિ કશું કરી શકે તેમ ન હોય જેથી તે સરધાર પતિ મુકેશને એકલો મુકીને પોતાના વતન ચાલી ગઈ હોય બાદમાં મુકેશે હરેશને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
ક્રાઈમ બ્રાંચની ટીમે મુળ મધ્યપ્રદેશના અને હાલ સરધાર રહેતાં મનોજ તોતારામ પલાસે (ઉ.29)ની ધરપકડ કરી આજી ડેમ પોલીસને સોંપ્યો હતો. સમગ્ર ઘટનાનું પોલીસ રિ-ક્ધટ્રકશન કરાવશે. ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવની સુચનાથી પીએસઆઈ વી.ડી.ડોડીયા અને તેમની ટીમના અમીતભાઈ અગ્રાવત, દિગ્પાલસિંહ જાડેજા, દિલીપભાઈ બોરીચા, દિપકભાઈ ચૌહાણ, વિશાલભાઈ દવે, જયરાજભાઈ કોટીલા, પ્રદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.