કોલકી ગામે બોગસ કોઝવેનું બિલ બનાવી 3.64 લાખની ઉંચાપતની ફરિયાદ
ઉપલેટા તાલુકાનું પ્રગતિશીલ ગામ એટલે કોલકી આ ગામમાં હજુ સુધી એક પણ ચા ની દુકાન કોઈને ખોલવા દેવામાં આવતી નથી આટલા પ્રગતિસીવ ગામમાં પણ ભ્રષ્ટાચારરે ભરડો લીધો છે.
એટલું જ નહીં પરંતુ એક બોગસ કોજવે ઉભો કરી ₹3 લાખ 64000 ની ઉચાપત કર્યાની ફરિયાદ કોલકી ગ્રામ પંચાયતના ચાર સદસ્યોએ રાજકોટ એન્ટી કરપ્શન બ્યુરો એસીબી ઉપલેટા પોલીસ સ્ટેશન અને જિલ્લા વિકાસ અધિકારીને કરેલ છે.
આ બનાવવાની વિગતે એવા પ્રકારની છે કે કોલકી ગ્રામ પંચાયતના સભ્યો પરેશકુમાર ચંદુભાઈ ભેસ દડીયા મુકેશ જીવરાજભાઈ અમૃતિયા હીનાબેન હરેશભાઈ વૈષ્નાણી રાજેશભાઈ વલ્લભભાઈ વાડોદરિયા એ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી રાજકોટ એન્ટીકરપ્શન બ્યુરો અને ઉપલેટા પીઆઇને એક લેખિત અરજી આપી કોલકી થી મારવડાના રસ્તે રૂૂડા છગનની વાડી પાસે કોલકી ગ્રામ પંચાયત દ્વારા ₹3,64,000 ને ખર્ચે કોઝવે બનાવવામાં આવેલ છે.
હકીકતમાં આ કોઝવે બનેલો જ નથી આ જગ્યાએ બનાવેલ છે તે જિલ્લા પંચાયતની ગ્રાન્ટ માંથી બનાવેલો છે બીજું ખોટું બીલ બનાવી ગ્રામ પંચાયતના સરપંચ અને તેમના મળતીયાઓએ ₹3,64,000 ની ગ્રામ પંચાયતમાંથી ઉચાપત નવાઈ ની વાત તો એ છે કે 3,64,000 ના બિલમાંથી મોટાભાગની રકમ વાઉચર થી ચૂકવવામાં આવી છે બિલ પણ રેકોર્ડ ઉપર લેતા નથી અને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કર્યો છે એની ફરિયાદ કરતા નાના એવા કોલકી ગામમાં આ બનાવ વિષય ચર્ચાનો વિષય બનેલ છે.
ભડીયાદી ગ્રામ પંચાયતના સભ્યોના જણાવ્યા મુજબ જો એસ સી બી કે પોલીસ કે જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી તાત્કાલિક યોગ્ય પગલાં નહીં લ્યા તો તેઓ આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં પણ પિટિશન કરીજવાબદારોને ખુલ્લા પડશે એમ જણાવેલ હતું.