કોડીનાર પોલીસે શંકાસ્પદ માંસના જથ્થા સાથે સાત શખ્સોને ઝડપ્યા
ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.કે.વણારકા તથા કોડીનાર પોલીસ સ્ટાફના માણસોએ શંકાસ્પદ માસના જથ્થાની મહીન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ જેના રજી.નં.GJ 18 અણ 0408 માં હેરેફેરી કરતા ઇસમોને પકડી પાડી શંકાસ્પદ માસના જથ્થાનુ એફ.એસ.એલ. પરીક્ષણ કરાવતા સદરહુ શંકાસ્પદ માસનો જથ્થો ગૌ વંશ તથા ભેંસ વંશ નો હોવાનુ જણાય આવતા કોડીનાર ભારતીય ન્યાય સંહીતા-2023 ની કલમ-298,325,54 તથા પશુ સરક્ષણ અધિનીયમ કલમ-5(1-ક).6(બી), 8(4),10 તથા પશુ પ્રત્યે ઘાતકીયપણ અટકાવાનો અધિનિયમની કલમ-11(એલ) તથા જી.પી.એકટ કલમ-117 મુજબનો ગુન્હો રજી.કરી નિચે જણાવેલ આરોપીઓ વિરૂૂધ્ધ કાયદેસરની કરી આગળની તપાસ પી.એસ.આઈ.એમ.આર.બાંભણીયા ચલાવે છે.
આરોપીઓ પાસેથી ગૌ વંશ તથા ભેંસ વંશના માસ ભરેલ બાચકા નંગ-16 માં ભરેલ આશરે વેસ્ટેઝ (માસ) કિલો-320 ની કિ.શક્ષ.ષક્ષ,રરર/- મહીન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ જેના રજી.નં.જીજે 18 અણ 0408 ની કિ.રૂૂા.1,00,000/-કબજે કરેલ છે.
બોલેરો પીકઅપમાં ગૌ વંશ તથા ભેંસ વંશ ના માસના જથ્થાની હેરાફેરી કરતા આરોપીઓએ તળાજા, મહુવા તથા અન્ય સ્થળેથી ખાટકીવાડામાં કતલ થયેલ ગૌ વંશ તથા ભેંસ વંશના વેસ્ટેઝ (માસ) માચ્છલીના ચારા માટે ઉપયોગમાં લેવાનુ જણાવી ઇરાદો પાર પાડેલ છે. અટક કરેલ આરોપીઓ મહમદતોકીર ઇદરીશભાઇ કુરેશી ઉ.વ.35 રહે, નંદાસણ તા.કડી જી.મહેસાણા મુળ રહે, બાજીદપુર તા.રીઠટ જી.ન્યુ મેવાત રાજ્ય હરીયાણા, આમીરખાન શબીરખાન ઉ.વ.23 રહે, નંદાસણ તા.કડી જી.મહેસાણા મુળ રહે, બાજીદપુર તા.રીઠટ જી.ન્યુ મેવાત રાજ્ય હરીયાણા, મારૂૂફભાઇ ફારૂૂકભાઈ કુરેશી ઉ.વ.18 રહે, નંદાસણ તા.કડી જી.મહેસાણા મુળ રહે, બાજીદપુર તા.રીઠટ જી.ન્યુ મેવાત રાજ્ય હરીયાણા, અબ્દુલહન્નાન હારૂૂનભાઇ કટારીયા ઉ.વ.30 રહે, મહુવા ગામે ભાદ્રોડ ઝાપા ખાટકીવાડા તા.મહુવા જી.ભાવનગર, ઇસ્માઇલભાઇ યુસુફભાઈ કટારીયા ઉ.વ.34 રહે, મહુવા ગામે ભાદ્રોડ ઝાપા ખાટકીવાડા તા.મહુવા જી.ભાવનગર, રીયાઝભાઇ હશનભાઇ શેખ ઉ.વ.36 રહે, મહુવા ગામે ભાદ્રોડ ઝાપા ખાટકીવાડા તા.મહુવા જી.ભાવનગર, અબ્દુલરહીમ ઉર્ફે હાફીઝસાહેબ વલીભાઈ કટારીયા ઉ.વ.47 રહે, મહુવા ગામે ભાદ્રોડ ઝાપા ખાટકીવાડા તા.મહુવા જી.ભાવનગરનો સમાવેશ થાય છે.