કિરણ પટેલ પાર્ટ-2, PMO અધિકારી બની અધિકારીઓને દોડાવનાર ઠગ સકંજામાં
પાંચ વર્ષથી રૂપેશ દોશી ઉર્ફે વિષ્ણુ જોષીના કારનામા અંતે ખુલ્યા
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)ના અધિકારી તરીકે ઓળખ આપી છેક પાકિસ્તાન બોર્ડર સુધી જઇ આવેલો કિરણ પટેલ ગયા વર્ષે ઝડપાઇ ગયો છે. તેણે અમદાવાદના આઇપીએસ અધિકારીઓ સહિત ઘણા લોકોને ચૂનો લગાવ્યો હતો. હવે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના ચોપડે કિરણ પટેલ પાર્ટ ટુ સમાન રૂૂપેશ દોશી સામે ફરિયાદ નોંધાઇ છે. રૂૂપેશ પણ છેલ્લા પાંચ વર્ષથી અમદાવાદના જુદા જુદા અધિકારીઓે સમક્ષ પ્રધાનમંત્રી કાર્યાલયના ઉચ્ચ અધિકારી તરીકેની ઓળખ આપીને તેમને દોડતા રાખતો હતો. હોટલમાં જમવાથી લઇને નાસ્તાની વ્યવસ્થા કરાવતો હતો. મોલમાંથી ખરીદી અને એરપોર્ટ જવા આવવા માટે લક્ઝુરિયસ ગાડીની વ્યવસ્થા પણ કરાવતો હતો. પાંચ વર્ષથી રૂૂપેશ દોશીની સેવામાં દોડતા રહેલા એક અધિકારીએ કંટાળીને તેની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે રૂૂપેશ દોશી એટલે કે વિષ્ણુ જોષીએ કોઇની પાસેથી પૈસા પડાવ્યા હોય તો તે ક્રાઇમ બ્રાંચ સમક્ષ જાણ કરી શકે છે.
ફાંકડુ અંગ્રેજી બોલતો આધેડ માણસ ગાંધીનગર, અમદાવાદના અધિકારીઓને પોતાની ઓળખ પ્રધાનમંત્રી કાર્યાલયના સિનિયર અધિકારી તરીકે આપી રહ્યો છે. ગમે તેને પોતાના પ્રભાવમાં લાવી દેતો રૂૂપેશ દોશી ઉર્ફે વિષ્ણુ જોષી (રહે. જી વીંગ ફ્લેટ નં. 1101, 11મો માળ, મેરીગોલ્ડ સોસાયટી, સફલ પરિસર રોડ, સાઉથ બોપલ) પોતાના હાવ-ભાવ અને વાત કરવાની સ્ટાઇલથી કોઇને પણ પ્રભાવમાં લાવી દેતો હતો. લગભગ નિવૃત્ત જીવન ગુજારતો રૂૂપેશ ઉર્ફે વિષ્ણુ જ્યારે પણ ગાંધીનગર ખાતે આઇટી કંપનીમાં નોકરી કરતા પોતાના દીકરાના ઘરે આવતો ત્યારે એરપોર્ટ પરથી જ કોઇ અધિકારીને ફોન કરીને પોતાના માટે ગાડી બુક કરાવતો હતો.
પરિવાર સાથે જમવા જવાનું હોય તો પણ મહાનગરપાલિકાના અધિકારીઓને આદેશ આપી દેતો અને તેના માટે વ્યવસ્થા પણ ગોઠવાઇ જતી, એટલે તેને ટેવ પડી ગઇ. પાંચ વર્ષથી તેણે જુદા જુદા વિભાગના અધિકારીઓને ફોન કરીને પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારીની ઓળખાણ આપી ઘણા કામ કરાવી લીધા હતા. કોઇ અધિકારીને ટ્રાન્સફર કરાવી આપવા કે સારું પોસ્ટિંગ અપાવવાના નામે પૈસા પડાવતો હતો અને સેવા પણ લેતો હતો. ઘણી જગ્યાએ તેણે પોતાની ઓળખ રોના અધિકારી તરીકે પણ આપી હતી અને સરકારમાં કોન્ટ્રાક્ટ અપાવવાનું કહીને પણ પૈસા પડાવ્યા હતા. પાલિકા ઉપરાંત અન્ય વિભાગના અધિકારીઓેને ફોન કરાવીને મોલ કે શોરૂૂમમાંથી ખરીદી પણ કરતો હતો. આખરે એક અધિકારીએ આ ગઠિયાના ત્રાસથી કંટાળીને પોલીસને જાણ કરી હતી. રૂૂપેશ ઉર્ફે વિષ્ણુ પણ કિરણ પટેલ જેટલા મોટા કાંડ કરે તે પહેલા જ તેની વિરુદ્ધ ક્રાઇમ બ્રાંચે ફરિયાદ નોંધી પોલીસ ઇન્સ્પેક્ટર પરેશ ખાંભલાએ વધુ તપાસ શરૂૂ કરી છે. જો કોઇ નાગરિકો આ ઠગનો ભોગ બન્યા હોય તો ક્રાઇમ બ્રાંચમાં જાણ કરવા અપીલ કરાઈ છે.