બોટાદમાં પાંચ વર્ષથી ફરાર અપહરણના ગુનાનો આરોપી રાજકોટના સોખડાથી પકડાયો
2020ની સાલમાં બરવાળાના વ્યક્તિનું અપહરણ કરાયું હતું
બોટાદ LCB પોલીસે એક મહત્વની સફળતા મેળવી છે. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં નોંધાયેલા અપહરણ કેસના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બરવાળા તાલુકાના રેફડા ગામના બળવંતભાઈ જીવણભાઇ વાળાનું બોટાદમાંથી નવ લોકોએ અપહરણ કર્યું હતું. આ કેસમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે એક આરોપી કાનજીભાઈ ઉર્ફે કાનો પ્રેમજીભાઈ જીંજરીયા છેલ્લા પાંચ વર્ષથી ફરાર હતો.
ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારની સૂચના અને જિલ્લા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક એ.એ.સૈયદના માર્ગદર્શન હેઠળ LCB પોલીસે કાર્યવાહી કરી. LCB પોલીસ ઈન્સ્પેક્ટર એ.જી.સોલંકીના સુપરવિઝન હેઠળ ટીમને બાતમી મળી હતી કે આરોપી રાજકોટના સોખડા ગામમાં છે.
અજઈં ભુરાભાઈ ચાવડા અને ASI રામદેવસિંહ મોરીની ટીમે સોખડા ગામના પંચાયત ઘર પાસેથી આરોપીની ધરપકડ કરી. આરોપી સામે IPC કલમ 367, 364(ક), 387, 342, 232, 325, 506(2), 120(જી) અને 135 મુજબનો ગુનો નોંધાયેલો છે. પોલીસે આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી શરૂૂ કરી છે.