ખંભાળિયાના યુવાનને માર મારી, લૂંટ ચલાવવા સબબ બે સામે ફરિયાદ
01:33 PM Jun 25, 2025 IST
|
Bhumika
Advertisement
ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ ઉપર વિસ્તારમાં રહેતા કરણભાઈ ઇશ્વરદાસ મેસવાણિયા નામના 38 વર્ષના યુવાન મંગળવારે લાઇટિંગ ડેકોરેશનનું કામ કરી રહ્યા હતા, તે દરમિયાન વિશાલ દુલાભાઈ વરમલ અને નવાબ મહેબુબભાઈ નાગોરી નામના બે શખ્સોએ તેમની પાસે આવી અને કોઈ કારણોસર તેમને બિભત્સ ગાળો ભાંડી હતી. આ પછી આરોપીએ ફરિયાદી કરણને ફડાકા ઝીંકીને કમરપટ્ટા વડે માર મારી, ઈજાઓ પહોંચાડી હતી.
આટલું જ નહીં, તેમના શર્ટના ઉપરના ખિસ્સામાં રહેલા રૂૂપિયા 2,200 ની રોકડ રકમની લૂંટ પણ ચલાવી હોવાનું વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર ઘટના સંદર્ભે ખંભાળિયા પોલીસે કરણ મેસવાણિયાની ફરિયાદ પરથી આરોપી વિશાલ વરમલ અને નવાબ નાગોરી સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
Advertisement
Next Article
Advertisement