ખંભાળિયા: માસુમ પુત્રી પર દુષ્કર્મ આચરનાર પિતાને 20 વર્ષની સખત કેદ
ખંભાળિયા તાલુકામાં રહેતા એક પરિવારની 12 વર્ષની પુત્રી આજથી આશરે દોઢ વર્ષ પૂર્વે તેણીના માસીના ઘરે રહેવા ગઈ હતી. ત્યાં તેણી ગુમસુમ રહેતા તેણીના માસીએ સગીરાને પૂછપરછ કરતા આ સગીરાએ પોતાના ડ્રાઇવિંગ કામ કરતા પિતા દ્વારા અવારનવાર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું તેણીએ જણાવ્યું હતું.ભોગ બનનાર સગીરાના માતા માનસિક અસ્વસ્થ હોય, અને પિતા દ્વારા સગીરા પર રાત્રિના સમયે બધા સૂઈ ગયા બાદ દુષ્કર્મ આચરી, કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોવાનું જાહેર થયું છે. આ ઘટનાથી સગીરા ડરી ગઈ હતી.
પરંતુ માસીના ઘરે જઈ અને બધી હકીકત તેમને જણાવી હતી. આ સમગ્ર બનાવ અંગે સગીરાના માસીની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ભોગ બનનારના પિતા સામે દુષ્કર્મ તથા પોક્સો એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ અંગેનો કેસ ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો અદાલતના જજ શ્રી એસ.જી. મનસુરી સમક્ષ ચાલી જતા આ પ્રકરણમાં જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં લઈને આરોપી પિતા અને 20 વર્ષની સખત કેદ તથા રૂૂપિયા 12,500 નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. આ સાથે ભોગ બનનાર સગીરાને વિટનેસ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂૂપિયા એક લાખનું વળતર પણ મંજૂર કરાયું હતું.