For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખનીજ ચોરીના ગુનામાં બે આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારતી ખંભાળિયા કોર્ટ

11:29 AM Feb 24, 2025 IST | Bhumika
ખનીજ ચોરીના ગુનામાં બે આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારતી ખંભાળિયા કોર્ટ

કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા નીતિન પાલાભાઈ ચાવડા અને ભાવેશ વિક્રમશીભાઈ ચાવડા નામના બે શખ્સો દ્વારા તારીખ 23 નવેમ્બર 2015 ના રોજ કલ્યાણપુર તાલુકાના ભાટિયા અને ભોગાત ગામ વચ્ચે ડમ્પરમાં બોકસાઈટ ભરીને નીકળતા આ અંગે અહીંના ખાણ ખનીજ વિભાગના અધિકારી બી.એમ. વાલસુર દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અંગેની કાર્યવાહીમાં ઉપરોક્ત બંને આસામીઓ દ્વારા રૂૂપિયા 51,219 ની કિંમતનો 18.625 મેટ્રિક ટન બોકસાઈટનો જથ્થો ચોરી થવા સંદર્ભેની ધોરણસર ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.જે અંગે પોલીસે આઈ.પી.સી. તેમજ અન્ય કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.

Advertisement

આ પ્રકરણમાં તપાસનીસ અધિકારી બી.બી. ગોંડલીયા તેમજ જી.જી. ઝાલા દ્વારા કરવામાં આવેલી તપાસ તેમજ એકત્ર કરવામાં આવેલા પુરાવાઓ સાથે કોર્ટમાં ચાર્જસીટ રજુ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કેસ ખંભાળિયાની એડિશનલ સેશન્સ અને સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતા આ કેસમાં 11 સાક્ષીઓની તપાસ તેમજ ફરિયાદી રોયલ્ટી ઇન્સ્પેક્ટર બી.એસ. વાલસુર દ્વારા આપવામાં આવેલી જુબાની તેમજ કબજે કરવામાં આવેલા મુદ્દામાલ અને તે સંદર્ભેના રોજકામ રજૂ કરી અને જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા રજૂ કરવામાં આવેલી લંબાણપૂર્વકની દલીલોને ગ્રાહ્ય રાખીને જજ શ્રી એસ.જી. મનસુરી દ્વારા આરોપી નીતિન પાલાભાઈ અને ભાવેશ વિક્રમશી ચાવડાને તકસીરવાન ઠેરવી, ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂૂપિયા 20,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement