ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખંભાળિયા: આરબીઆઈમાં રૂા.48 હજાર કરોડના પ્રકરણમાં સંડોવાયેલા બંને આરોપીઓ જેલ હવાલે

11:42 AM Dec 13, 2024 IST | Bhumika
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર રાજ્યમાં અતિ ચર્ચાસ્પદ બની ગયેલા ખંભાળિયા પંથકમાં રૂૂપિયા 48 હજાર કરોડની રકમ ફ્રીઝ થયાના સમગ્ર પ્રકરણમાં એસ.ઓ.જી. પોલીસે તાકીદની કાર્યવાહી કરી, આરોપીઓને ઝડપી લેવાની નોંધપાત્ર કામગીરી કરી હતી. આ પ્રકરણના આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.વર્તમાન સમયમાં થતી નવતર ઠગાઈ સંદર્ભેના આ પ્રકરણની ચર્ચાસ્પદ બની ગયેલી વિગતમાં ખંભાળિયા પંથકના એક શખ્સ દ્વારા રાજકોટના શખ્સની મીલી ભગત આચરીને તેના રૂા. 48,000 કરોડ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં જમા થયા છે અને આ રકમ રિલીઝ કરવા માટે પાંચ ટકા લેખે રૂૂ. 2,400 કરોડનો ટેક્સ ભરવાનો થતો હોવા અંગેના ફર્જી ડોક્યુમેન્ટસ તૈયાર કરાવવામાં આવ્યા હતા.

Advertisement

આ સમગ્ર પ્રકરણ દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. વિભાગને આવતા પી.આઈ. સીંગરખીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા તાકીદની કાર્યવાહી કરી, અને આ પ્રકરણમાં સંડોવાયેલા ખંભાળિયા તાલુકાના વચલા બારા ગામના મૂળ રહીશ અને રાજકોટ ખાતે રહેતા ઋતુરાજસિંહ ઉર્ફે ઋતુ અજીતસિંહ સોઢા (ઉ.વ. 21) અને રાજકોટમાં નાગેશ્વર રોડ વિસ્તારમાં રહેતા માધવ કિરણકુમાર પ્રતાપરાય વ્યાસ (ઉ.વ. 24) ને દબોચી લીધા હતા. ઝડપાયેલા આ બંને આરોપીઓને પોલીસે અહીંની અદાલતમાં રજૂ કરતા નામદાર અદાલતે આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. આરોપીઓ દ્વારા વ્યાપક પ્રમાણમાં બનાવટી દસ્તાવેજો તૈયાર કરાવી અને ટેક્સ ભરવાની રકમના હેતુથી ફંડિંગ મેળવવા માટે પૈસા આપી શકે તેવા આસામીઓની શોધ કરવામાં આવી રહી હતી. જો કે મોટી રકમનું કમિશન મેળવવાની લાલચમાં આ કૌભાંડનો કોઈ લોકો શિકાર બને તે પહેલા પોલીસે આરોપીઓને દબોચી લીધા હતા. આ કૌભાંડમાં અન્ય એક શખ્સનું નામ પણ ખુલવા પામ્યું છે.

આ સમગ્ર પ્રકરણમાં અન્ય શખ્સો પણ સંડોવાયેલા હોવાની પૂરી શક્યતા વચ્ચે એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા વધુ તપાસ કામગીરી કરવામાં આવી હતી. જેમાં પીઆઈ પ્રશાંત સીંગરખીયા સાથે સ્ટાફના હરદેવસિંહ જાડેજા, હરદીપસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ રાઠોડ, નિર્મલભાઈ આંબલીયા, વિજયસિંહ જાડેજા અને સ્વરૂપસિંહ જાડેજા દ્વારા જરૂૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Tags :
crimegujaratgujarat newsKhambhaliyaRBI
Advertisement
Next Article
Advertisement