કંગનાએ બેફામ દારૂ ઢીંચી ડ્રગ્સનું સેવન કર્યુ હતુ: જસબીરે રહસ્યો ખોલ્યા
વધુ ભવાડા જાહેર કરવાની પંજાબી ગાયકની ધમકી
કંગના રનૌત ક્યારે કોને શું કહેશે તેનો કોઈ અંદાજો નથી હોતો. હંમેશા એક્ટ્રેસનું ટાર્ગેટ કાં તો બોલિવૂડ અથવા તો હોય કે બીજું કંઈક રહેતું જ હોય છે. બેફિકર થઈને વાત કરવા વાળી કંગનાએ તાજેતરમાં પંજાબ વિશે કંઈક એવું કહ્યું જે ગાયક જસબીર જસ્સીને પસંદ નહોતું આવ્યું અને તેણે ખુલ્લેઆમ કંગનાને ધમકી આપી.
હાલમાં જ હિમાચલ પ્રદેશમાં એક રેલીને સંબોધિત કરતી વખતે કંગનાએ પંજાબ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે પડોશી રાજ્ય પંજાબ ડ્રગ્સથી ગ્રસ્ત છે અને રાજ્યના યુવાનો દારૂૂના વ્યસની છે.
જ્યારે, હિમાચલ પ્રદેશ સંપૂર્ણપણે ઉલટું છે.પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઘણા ગીતો આપનાર સિંગર જસબીર જસ્સીને આ વાત પસંદ નથી આવી. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે અભિનેત્રી અને સાંસદ કંગનાને ખરી ખોટી સંભળાવી હતી. આ સાથે તેણે ધમકી પણ આપી હતી કે જો કંગના પંજાબ વિરુદ્ધ બોલવાનું બંધ નહીં કરે તો તે એક્ટ્રેસના રહસ્યો બધાની સામે જાહેર કરવા માટે મજબૂર થઈ જશે. જસ્સીએ કહ્યું, હું આ કહેવા માટે મજબૂર છું કારણ કે તે પંજાબ માટે કંઈક વધારે પડતું જ બોલી રહી છે. તે એકવાર મારી સાથે અને એક મારી ફિમેલ ફ્રેન્ડ સાથે દિલ્હીમાં હતી અને દારૂૂના નશામાં હતી. તેનો પોતાના પર કંટ્રોલ નહોતો. તેણે એટલો આલ્કોહોલ અને ડ્રગ્સનું સેવન કર્યું છે કે મને નથી લાગતું કે અન્ય કોઈએ આવું કર્યું હોય. જો તે પંજાબ વિરુદ્ધ બોલવાનું બંધ નહીં કરે તો હું તેના તમામ રહસ્યો જાહેર કરીશ.