ખાણ ખનીજ કચેરીનો જુનિયર ક્લાર્ક રૂ. 10 હજારની લાંચ લેતા ઝડપાયો
સુરેન્દ્રનગર મા ખાણ ખનીજ કચેરી માં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક ને રૂૂ.10 હજાર ની લાંચ લેતા જામનગર ની લાંચ રૂૂશ્વત વિરોધી શાખા ની ટીમે છટકુ ગોઠવી ને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. અરજદાર દ્વારા માહિતી અધિકાર ના કાયદા અન્વયે માંગવા માં આવેલ માહિતી પૂરી પાડવા માટે આ લાંચ ની રકમ માંગવામાં આવી હતી.સુરેન્દ્રનગર મા ખાણ ખનીજ કચેરી મા જુનિયર કલાર્ક વર્ગ - 3 તરકે ફરજ બજાવતા અમૃત ઉર્ફ આનંદ કેહરભાઇ એ એક અરજદાર પાસે રૂૂ 10 હજાર ની લાંચ ની રકમ ની માંગણી કરી હતી આથી અરજદાર દ્વારા જામનગર ની લાંચ રૂૂશ્વત વિરોધી શાખા માં ફરિયાદ કરતા જામનગર ના પોલીસ ઇન્સ્પેક્ટર આર એન વિરાણી દ્વારા આજે છટકુ ગોઠવવામાં આવ્યું હતું અને ખાણ ખનીજ કચેરી ના ગેટ પાસે , બહુમાળી ભવન , સુરેન્દ્રનગર.માં રૂૂ.10 હજાર ની લાંચ લેતા જુનિયર કલાર્ક ને રંગે હાથ ઝડપી લેવાયો હતો અને તેણે સ્વીકારેલ લાંચ ની રકમ પોલીસે કબ્જે કરી તેની અટકાયત કરવામાં આવી હતી.ફરિયાદી એ સીલીકા રેતીની લીઝ ની માંગણી કરી હતી. જે લાંબાગાળા થી પેન્ડીંગ હોય તેના માટે જરૂૂરી માહિતી મેળવવા માટે ફરિયાદી એ આરટીઆઈ અન્વયે માહીતી માંગી હતી. જે માહિતી , કચેરી તરફ થી અધૂરી મળી હતી.
અને બાકી રહેલી માહિતી પૂરી કરી આપવા સારુ આ કામના આક્ષેપિત જેઓ આ માહીતી પોતાની કચેરી ખાતે તૈયાર કરવાની પ્રક્રીયા કરતા હોય તેમણે રુ. 10,000 લાંચ ની માંગણી આ કામના ફરિયાદી પાસે કરી હતી.જે ગેરકાયેદસર લાંચની રકમ આ કામના ફરિયાદી આપવા માંગતા ન હોય આથી એ.સી.બી જામનગર નો સંપર્ક કરતા ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ આરોપી એ લાંચ પેટે રૂૂ.10,000 સ્વીકારતાં જ ઝડપી લેવાયા હતા.