For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાયાવદરના જામટીંબડી ગામે ડીગ્રી વિના સારવાર કરતો નકલી ડોક્ટર ઝડપાયો

01:23 PM Jul 12, 2025 IST | Bhumika
ભાયાવદરના જામટીંબડી ગામે ડીગ્રી વિના સારવાર કરતો નકલી ડોક્ટર ઝડપાયો

ભાવનગરના મેથાણાના શખ્સે મકાન ભાડે રાખી ક્લિનીક શરુ કર્યું હતું, દવા સહિત આઠ હજારનો મુદ્દામાલ કબજે

Advertisement

ઉપલેટાના ભાયાવદરના જામટીંબડી બસ સ્ટેશન-ખજુરડા રોડ જુની ક્ધયા શાળા સામે રહેણાંક મકાનમાં દવાખાનું શરુ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર નકલી ડોક્ટરની પોલીસે ધરપકડ કરી 8 હજારનો મુદામાલ કબજે કર્યો હતો.

મળતી વિગતો મુજબ ભાયાવદરના જામટીંબડી બસ સ્ટેશન-ખજુરડા રોડ ઉપર રહેતા મૂળ ભાવનગરના મેથાણાના વતની પંકજભાઈ ધીરૂૂભાઈ બારૈયા (ઉ.વ.25)નામના નકલી તબીબે બાવનજીભાઈ હીરજીભાઈ કનેરીયાના મકાનમાં દવાખાનું શરુ કરી દર્દીઓની સારવાર કરતો હોય પોલીસે તેના દવાખાને જઈ તપાસ કરતા પંકજભાઈ પાસે મેડીકલની કોઈ ડીગ્રી નહી હોવાનું અને તે ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટની કલમ 30 મુજબ ડીગ્રી વિના એલોપેથીક એન્ટી બાયોટીક ઈંજેકશન તથા પાઈનને લગતી દવા આપી કોઇ મેડીકલ પ્રેકટીસનર ની ડીગ્રી ધરાવતો ન હોવા છતા પોતે પોતાની કલીનીકમાં એલોપેથીક દવાઓ, સીરીજ, નીડલ તથા પાઈન તથા મેડીકલ પ્રેકટીશને લગતો સામાન રાખી પોતે એલોપેથીક ડોકટર ન હોવા છતા પોતાના આર્થીક ફાયદા સારૂૂ દર્દીઓને સારવાર આપી એલોપેથીક ડોકટર તરીકે પ્રેકટીશ કરતો મળી આવ્યો હતો. પોલીસે કલીનીક માંથી કુલ કી.રૂૂ.89410ની દવા સહિતના સાધનો કબજે કર્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement