જૂનાગઢ સાવજ ડેરીના ચેરમેન ટેન્કર ડ્રાઇવરને માર માર્યો
ટેન્કરના ફોટા પાડતા ઢીકા પાટુનો માર માર્યાની ફરિયાદ
જૂનાગઢની સાવજ ડેરીના ચેરમેન સામે ટેન્કરના ડ્રાઇવરે માર માર્યાના આક્ષેપો કર્યા છે. ભાવેશ માડમ જે છેલ્લા 6 મહિનાથી સાવજ ડેરીમાં ટેન્કરના ડ્રાઇવર તરીકે કામ કરે છે.
આ અંગે ભાવેશ માડમે જણાવ્યું હતું કે 4 ઓગસ્ટના સાંજના સમયે દૂધનું ટેન્કર ભરવા માટે ડેરીએ પહોંચ્યો ત્યારે ઓફિસમાં બોલાવીને પૂછપરછ કરી હતી કે ડેરીના ફોટા પાડ્યા અને વાયરલ કર્યા છે કે નહીં, ફોટા પાડ્યા હોવાનું સ્વીકારતાં તે વાતનો ખાર રાખી ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા, ભાવેશ હુંબલ અને ડેરીના એમડી પણ હાજર હતા.
ત્યારે બધાં સાથે મળીને પાઇપ વડે માર માર્યો હતો. માર માર્યાની વાત તદ્દન ખોટી છે : ચેરમેન ગઈ 4 ઓગસ્ટ પહેલા ટેન્કરના ફોટા પાડી અને કોમેન્ટો કરી હતી તે સીસીટીવીમાં નજરે આવેલ હતું. તે પૂર્વ ચેરમેન રામસિંહ ભેટાના જમાઈનું ટેન્કર ચલાવે છે. તે ડેરીના ડ્રાઇવર નથી.
સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાએ જણાવ્યું હતું કે, આ ઘટનાની જાણ થતા પોલીસને બોલાવી હતી.
પોલીસની હાજરીમાં તને સ્વીકારી પણ લીધું હતું. હાલ ડેરીને બદનામ કરવા તદ્દન ખોટી વાતો કરે છે અમે હાથ ઉપાડ્યો નથી. જે બાદ ડેરીના એમ. ડીએ પોલીસ અરજી પણ કરેલ છે.