જૂનાગઢના પોલીસ પુત્રનું પરિણીતા પર રાજકોટની હોટલમાં દુષ્કર્મ
પતિને જાણ કરી દેવાની ધમકી આપી રૂપિયા અને દાગીના પણ પડાવ્યા, આરોપીની ધરપકડ
જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી છે. આરોપી વસીમ સાદિકભાઈ નાગોરીએ યુવતી સાથે મિત્રતા કેળવી, લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો અને લાખો રૂૂપિયા તેમજ દાગીના બળજબરીથી પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર મામલે જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ વિગતો આપતા જણાવ્યું કે, ગઈકાલે ભોગ બનનાર યુવતીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વસીમ સાદિકભાઈ નાગોરી નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા અને બળજબરીપૂર્વક તેના રૂૂપિયા અને દાગીના કઢાવી લીધા હતા.
ડીવાયએસપીએ વધુમાં જણાવ્યું કે, આ યુવતી એક ખાનગી બેંકમાં નોકરી કરે છે. દોઢ વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ મારફતે આરોપી વસીમ તેના સંપર્કમાં આવ્યો હતો. યુવતીનો કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ ચાલતો હોવાનું જાણતા વસીમે તેને મદદ કરવાના બહાને મળવા બોલાવી. તેણે યુવતી સાથે લગ્ન કરવાનો વિશ્વાસ આપી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ રાજકોટ અને જૂનાગઢની હોટેલોમાં પણ તેઓ અવારનવાર મળ્યા હતા.
આરોપી વસીમે વર્ષ 2024 દરમિયાન યુવતી પાસેથી પૈસાની જરૂૂર હોવાનું કહી ધમકી આપી હતી. તેણે કહ્યું હતું કે, જો રૂૂપિયા નહીં આપે તો તે હોટેલની મુલાકાતો વિશે તેના પતિને જણાવી દેશે, જેથી તેનો કેસ નબળો પડશે. આ ધમકીથી ડરીને યુવતીએ બેંકમાંથી લોન લઈ અને પોતાના દાગીના ગીરવે મૂકી કુલ રૂૂ. 5,38,333 ની મતા આરોપીને આપી હતી. આ રકમમાં રોકડ, સોનાના દાગીના અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આખરે, લગ્ન કરવાનો ઇન્કાર કરી અને યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આરોપી વસીમ નાગોરીની ધરપકડ કરી હતી. આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે. વધુમાં તે ફોર વ્હીલ લે-વેચનો ધંધો કરે છે. સાથે સાથે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. તેમના પરિવારમાં તેની બહેન એડવોકેટની પ્રેક્ટિસ કરે છે. તેના જણાવ્યા મુજબ અને તેમના પિતા પોલીસમાં હતા. તેમજ હાલ આ આરોપી વિરુદ્ધ અગાઉ ભૂતકાળમાં પણ શરીર સંબંધી, પ્રોહિબિશન, જુગાર, છેતરપિંડી જેવા ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ દ્વારા તપાસના કામે છે એ નામદાર કોર્ટમાં રિમાન્ડની માગણી કરવામાં આવશે.
આ કામગીરી જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.બી. ગોહિલ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર કે.એમ. વાઢેર અને તેમની ટીમના અન્ય સભ્યો દ્વારા કરવામાં આવી હતી.