ભુજમાં દારૂ-જુગારના ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી ખંડણી માગનાર પત્રકાર ઝડપાયા
શહેરમાં જમીન લે - વેચનો વ્યવસાય કરનારને દારૂૂ અને જુગારના ખોટા કેસોમાં ફસાવવાની ધમકી આપી મહીને 20 હજારની ખંડણી માંગવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં એલસીબીએ બે પત્રકારોને ઝડપી લીધા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદી મોહમદ હનીફ આમદ સમેજાએ ભુજ એ ડીવીઝન પોલીસ મથકે મદીનાનગર-2 માં રહેતા વાજીદ અલસાદ ચાકી અને મોટા રેહાના અલીમામદ આરબ ચાકી વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બન્ને આરોપીઓએ રૂૂપિયા પડાવવા માટે દારૂૂ અને જુગારના ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
આરોપીઓએ પોતાના માણસો દ્વારા ખોટી અરજીઓ કરાવી ફરિયાદીને ખોટા કેસમાં ફસાવવાની કોશિષ કરી હતી. આરોપી પત્રકારોએ ફરિયાદી પાસે મહીને 20 હજારની ખંડણી માંગી હતી.અને જો રૂૂપિયા નહીં આપે તો વધુ અરજીઓ કરી પોતાના માણસો દ્વારા ફરિયાદીના દીકરાને ઉપાડી લઇ મારી નાખશે તેવી ધમકી આપવામાં આવી હતી.
એલસીબીએ બન્ને આરોપીઓને ઝડપી લેવા બે ટીમો બનાવી હતી.
જે બાદ આરોપી અલીમામદ ચાકીને સર્કીટ હાઉસ પાસેથી અને આરોપી વાજીદ ચાકીને શેખપીર ત્રણ રસ્તા પાસેથી ઝડપી લઇ આગળની કાર્યવાહી માટે એ ડીવીઝન પોલીસ મથકે સોપવામાં આવ્યા છે.