રતનપરમાં ત્રણ કલાક બંધ રહેલા મકાનમાંથી 1.17 લાખના દાગીનાની ચોરી
મોરબી રોડ પર આવેલા રતનપર ગામે શાંતમ રેસિડેનસીમાં રહેતા જયદીપભાઇ વસંતભાઇ સોલંકી(ઉ.વ.28)ના ત્રણ કલાક બંધ મકાનમાં તસ્કરોએ નકુચા ખોલી ઘરમાંથી 1.17 લાખના દાગીનાની ચોરી થયાની કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
જયદીપભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું એચ.જે.સ્ટીલમાં પ્રા.નોકરી કરી મારા પરીવારનું ગુજરાન ચલાવુ છુ.તા.24/09ના રોજ મારા માતા-પિતા સવારના આઠેક વાગ્યે મોરબી મુકામે કામ સબબ ગયા હતા અને મારા ભાઈ સુનીલભાઈ તથા મહેન્દ્રભાઇ બંને તેઓના કામ ઉપર ગયેલ હતા અને ઘરે હું તથા મારા પત્ની તથા મારો દીકરો વિહાન એ રીતેના અમો ઘરે હાજર હતા અને અમારૂૂ બીજુ ઘર જે અમારા પહેલા ઘરની થોડેક દુર જ આવેલ હોય જયાં અમો રસોઇ કરતા હોય જયાં હું તથા મારા પત્ની તથા દીકરો અમો સવારના દશેકવાગ્યે જવા નીકળેલ અને ઘરના દરવાજાને નકુચો બંધ કરેલ હતો અને તાળુ મારેલ ન હતુ અને અમો બીજા ઘરે ગયેલ જયાં પત્નીએ રસોઇ બનાવેલ અને અમોએ જમીને હું આરામ કરવા ઘરે રોકાયો હતો તેમજ બપોરના એકાદ વાગ્યાના આસપાસ પત્ની અમારા પહેલા ઘરે ગયા હતા.
ત્યાં પત્નીએ મોટેથી અવાજ કરતા હું તુરતજ મારા પહેલા ઘરે ગયેલ અને ઘરના રૂૂમમાં જઇને જોયું તો અમારા ઘરના અંદરના રૂૂમમાં રહેલ કબાટની તીજોરીનું ખાનું ખુલ્લુ હતુ તેમજ થોડોક સામાન કબાટ ની બહાર બાજુના લોખંડના પલંગ ઉપર પડેલ હતો જેથી મે તુરતજ મારા પિતાજીને ફોન કરીને જણાવેલ કે ઘરના કબાટનો તીજોરીનું ખાનુ ખુલ્લુ છે તેમજ સામાન બહાર લોખંડના પલંગ ઉપર પડેલ છે.આમ ઘરમાં તપાસ કરતા 1.17 લાખના સોનાના તથા ચાંદીના દાગીનાની ચોરી થયાનું જાણવા મળતા કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.