લીંબડીમાં જ્વેલર્સના વેપારી પર હુમલો કરી લૂંટ
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં દિનદહાડે થયેલી લૂંટની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.જૈન દેરાસર પાસે આવેલી મિલન જ્વેલર્સમાં ત્રણ શખસો ખરીદી કરવાના બહાને આવી દુકાનમાં તોડફોડ કરી લૂંટ ચલાવી હતી.આ મામલે 15 હજારની લૂંટ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
વધુ વિગતો અનુસાર,લીંબડીમાં હરીદર્શન સોસાયટીમાં રહેતા મિલન વિનોદભાઈ ફીચડીયા (સોની) (ઉ.વ.28)એ ફરિયાદમાં રોનક દિપક વાણીયા અને બે અજાણ્યા સામે લૂંટ અને મારામારી તેમજ દુકાનમાં તોડફોડ કર્યાની ફરિયાદ નોંધાવી છે.તેઓએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ મોટા દેરાસર પાસે, ઉંટડી પુલ તરફ જતા રસ્તા પર, મિલન જવેલર્સ નામની સોના ચાંદીના દાગીનાની દુકાન ચલાવી વેપાર કરે છે.તેઓ નિત્યક્રમ મુજબ દુકાને હાજર હતા તે દરમ્યાન લીંબડી ગામના રોનકભાઈ દીપકભાઈ વાણીયા તેમજ તેની સાથે બીજા બે અજાણ્યા ઈસમો એક્ટિવા લઈને દુકાન માં આવેલ અને ચાંદીની વિટીના માપ બતાવવા જણાવી મને જેમફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી હતી. તેમજ દુકાનમાં આવેલ ફર્નિચરના કાચમાં તોડફોડ કરવા લાગતા વેપારીએ ગાળો દેવાની તેમજ ફર્નિચરમાં નુકશાન કરવાની ના પાડતા દુકાનમાં અંદર આવેલ રોનકભાઈ વાણીયા તથા તેની સાથેના બે અજાણ્યાએ તેમની પાસેના હાથના પહેરવાના દાંતાવાળા લોખંડના કડાથી મારા માથામાં ડાબી બાજુના ભાગે જોરથી ત્રણ થી ચાર ગંભીર જીવલેણ ઘા મારી તેમજ મને શરીરે આડેધડ મુંઢ માર મારી તેમજ મારી પાસે રૂૂપીયા 50,000/- ની માગણી કરી મારી ઉપરોક્ત દુકાનના કાઉન્ટરના ટેબલમાં રહેલ પાકીટ તથા તેમાં રહેલ રોકડ રૂૂપીયા આશરે 5,000/- તથા એ.ટી.એમ. તથા આધારકાર્ડ તથા મારી દુકાનમાં રહેલ ચાં દીના અલગ અલગ દાગીનાની આશરે 150 ગ્રામ જેની કિ.રૂૂ.15,000/- ની લુંટ કરી લઈ જઈ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યારબાદ આરોપી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. તેમજ ઈજાગ્રસ્ત સોની વેપારીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.લીંબડી પોલીસે આ મામલે તપાસ શરૂૂ કરી છે અને લૂંટારુઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.