ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટ સાળાના ઘરે આવેલા જૂનાગઢના નિવૃત્ત મનપા કર્મચારીના 2.45 લાખના દાગીનાની ચોરી

04:50 PM Jul 17, 2024 IST | Bhumika
Advertisement

રૈયા રોડ પર ધ્રુવનગરમાં સાળાના પુત્રના લગ્નપ્રસંગે આવ્યા હતા: સીસીટીવી ફૂટેજના આધારે તપાસ

Advertisement

શહેરમાં જુનાગઢના મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત અધિકારી રાજકોટ સાળાના પુત્રના લગ્નમાં આવ્યા હોઇ તેમની સાથેના પોણા ત્રણ લાખના દાગીના ચોરાઇ જતાં ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં પોલીસે જુનાગઢ આઝાદ ચોકમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સામે માળીના ડેલામાં રહેતાં અને જેએમસીના નિવૃત કર્મચારી ચેતનભાઇ હિમતલાલ ભટ્ટ (ઉ.વ.60)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છેકે તેઓ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાંધકામ શાખામાં વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવતાં હતાં અને ગત એપ્રિલ મહિનામાં તેઓ નિવળત થયાં છે. પોતે પત્નિ અને પુત્રી સાથે રહે છે. ગઈ તા.10 ના રાજકોટમાં રૈયારોડ આમ્રપાલી નજીક ધ્રુવનગર શેરી નં.1 માં રહેતાં તેમના સાળા શૈલેષભાઇ નાથાભાઇ જાનીના પુત્રના લગ્ન હોઇ જેથી તેઓ ધર્મપત્નિ અને પુત્રી સાથે અહિ આવ્યાં હતાં. સાથે પ્રસંગમાં પહેરવા માટે રૂૂ.2.45 લાખના સોનાના અલગ અલગ દાગીના લાવ્યા હતાં. સાળાના ઘરે પહોંચ્યા બાદ તેઓએ ત્યાં રૂૂમમાં સોનાના દાગીના ભરેલો થેલો રાખ્યો હતો.

ત્યારબાદ રાત્રીના દસ વાગ્યાની આસપાસ તેઓ તેમની પુત્રી અને પત્નિ સાથે બાપાસીતારામ ચોક નજીક બાબુભાઇ વૈદ્ય લાઈબ્રેરીની બાજુમાં રહેતાં તેમના બહેનના ઘરે સુવા માટે દાગીના ભરેલો થેલો લઈ ગયાં હતાં. બાદમાં બીજા દિવસે પોતાની કાર લઈ લગ્ન સ્થળ પર પહોંચ્યા હતાં અને તેમના પત્નિ અને પુત્રીએ તૈયાર થઈ ઘરેણાં પહેરવા માટે થેલો ચેક કરતાં તેમાંથી દાગીના ભરેલ બોક્સ ખાલી હતું.પત્નિએ તેમને ફોન કરી દાગીના થેલામાં નથી તેવી જાણ કરતાં બંને જગ્યાએ તપાસ હાથ ધરી હતી. પરંતુ દાગીના ન મળતાં અંતે પોલીસને જાણ કરી હતી.પોણા ત્રણ લાખના દાગીના ચોરાઇ જતાં ચેતનભાઇના પત્નિ બેભાન થઇ ગયા હતાં. ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ બી. ટી. અકબરીની રાહબરીમાં પીએસઆઈ એસ.એલ.ગોહિલ અને ટીમે ગુનો નોંધી તપાસ શરૂૂ કરી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot newstheft
Advertisement
Next Article
Advertisement