ગોંડલના ઉમવાડામાં 5 કિલો ગાંજા સાથે જેતપુર અને રાજસ્થાની શખ્સની ધરપકડ
ગોંડલની ઉમવાડા ચોકડી પાસેથી ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડી રાજસ્થાનથી ગાંજાની ખેપ મારી આવેલ જેતપુરના શખ્સ અને રાજસ્થાનના બે શખ્સો પાસેથી 5.749 કિલો ગાંજાના જથ્થા સહીત રૂા.61,490 નો મુદામાલ કબજે કર્યો હતો.રાજકોટ ગ્રામ્ય એસઓજી બ્રાન્ચના પીઆઇ એફ.એ.પારગી, પીએસઆઇ બી.સી.મીયાત્રા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એએસઆઇ જયવિરસિંહ રાણા, પ્રહલાદસિંહ રાઠોડ અને અરવિંદભાઈ દાફડાને મળેલી બાતમીના આધારે ઉમવાડા ચોકડી પાસે આવેલા લોખંડનાં ઓવરબિજ પાસેથી બે શખ્સોને શંકાસ્પદ રીતે સકંજામાં લઇ તલાશી લેતા 5.749 કિલોગ્રામ માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો.
જેતપુર અંબર સિનેમા પાસે રહેતા સંજુ દિપકભાઈ વાઘેલા અને રાજસ્થાનના મહેન્દ્રભાઈ ઉર્ફે રાજેશ હલીયાભાઈ કટારાને રૂૂ.57490ની કીમતના ગાંજો અને બે મોબાઈલ મળી કુલ 61,490/- રૂૂપિયાના મુદ્દામાલ કબજે કર્યો હતો. સંજુ અને મહેન્દ્ર રાજસ્થાનથી ગાંજો લઇ આવ્યા હોવાનું ખુલ્યું છે.આ કામગીરીમાં રાજકોટ રૂૂરલ એસઓજીની ટીમના પીએસઆઇ બી.સી.મિયાત્રા, ઇન્દ્રસિંહ સજુભા જાડેજા, અમીતભાઈ અશોકભાઈ કનેરીયા, સંજયકુમાર ભગવાનદાસ નિરંજની, શિવરાજભાઇ ભાણાભાઈ ખાચર, રઘુભાઈ દેવાભાઈ ઘેડ, વિજયગીરી રસીકગીરી ગોસ્વામી, ચિરાગભાઈ વાલાભાઈ કોઠિવાર તથા ડ્રા.એ.એસ.આઇ અમુભાઈ ગગુભાઈ વીરડા સહિતના જોડાયા હતા.