For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જસદણના યુવાન પાસે રૂપિયા પડાવવા અશ્ર્લીલ ફોટા વાઈરલ કરવાની ધમકી

11:51 AM Aug 01, 2024 IST | Bhumika
જસદણના યુવાન પાસે રૂપિયા પડાવવા અશ્ર્લીલ ફોટા વાઈરલ કરવાની ધમકી
Advertisement

જસદણમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરતાં યુવાનના પાસે પૈસા પડાવવા તેના ફોનમાં ડાઉનલોડ કરાયેલી એપમાંથી નંબર અને ગેલેરી વગેરે માહિતી મેળવી લોન લીધી ન હોવા છતાં લીધાનું કહી રૂૂા. 1500ની માંગણી કરી તેના એડીટીંગ કરેલા અશ્ર્લીલ ફોટા મિત્રો અને સંબંધીઓને મોકલી પરાણે પૈસા પડાવવાની કોશિષ કર્યાની જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

જસદણ પોલીસે આ અંગે યશ નામના યુવાનની ફરિયાદ પરથી ત્રણ ફોન નંબરના ધારક અને ગેઈમ એપના ધારક સામે ગુનો દાખલ કરી તપાસ શરૂૂ કરી છે. યશે પોલીસને જણાવ્યું કે ગઈકાલે તે નોકરી પર હતો ત્યારે એક શખઅસે તેને કોલ કરી તમે કેન્ડી ક્રસ એપમાંથી રૂૂા. 1500ની લોન લીધી છે તે રકમ અત્યારે ઓનલાઇન પેમેન્ટ કરી દે કહેતા તેને કોઇ લોન લીધી નથી તેવો જવાબ આપ્યો હતો. આથી કોલ કરનાર શખ્સે તારા મોબાઈલ કોન્ટેક્ટ મારી પાસે આવી ગયા છે, હું તાર ફોટા એડીટીંગ કરીને અશ્ર્લીલ ફોટા તારા કોન્ટેક્ટ નંબરમાં વોટ્સએપમાં મોકલીશ તેમ કહેતા તેને ફરી તેના એડીટીંગ કરેલા અશ્ર્લીલ ફોટા તેના મિત્રો અને કાકા વગેરેને મોકલ્યા હતાં.

Advertisement

એટલું જ નહીં વોટ્સએપમાં અલગ- અલગ નંબરો પરથી કૌલ કરીને પૈસાની માંગણી કરતાં પોલીસમાં અરજી કરી હતી. તેણે એક ગેઈમસની એપીકે એપ ડાઉનલોડ કરી હોય તેના ઉપર ભૂલથી ક્લીક થઈ જતા અને તેને પરમિશન આપી દેતા તેના કોન્ટેક્ટ સહિતની વિગતો ગઠીયા પાસે જતી રહી હતી એટલું જ નહીં ગઠીયાઓએ પૈસા મોકલવા યુપીઆઈ આઈડી પણ આપ્યા હતા. હાલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement