For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામવાડીમાં સીઝ કરેલ બાયોડીઝલ વેચવાનું કારસ્તાન

03:33 PM Feb 14, 2025 IST | Bhumika
જામવાડીમાં સીઝ કરેલ બાયોડીઝલ વેચવાનું કારસ્તાન

Advertisement

ગોંડલ - રાજકોટ હાઇવે પર જામવાડી પાસે આવેલી કનૈયા હોટલ નજીક ગાંધીનગર પુરવઠાની ટીમ દ્વારા 11 મહીના પુર્વે દરોડો પાડી ગેરકાયદેસર બાયોડીઝલ વેચતા વેપારી વિરુધ્ધ કાર્યવાહી કરી આ સ્થળેથી આશરે 3.60 લાખની કિંમતનો પ000 લીટર બાયોડીઝલનો જથ્થો સીઝ કરવામા આવ્યો હતો ત્યારબાદ જુન મહીનામા એસએમસીની ટીમે બીજી વખત આ જથ્થો સીઝ કર્યો હોય ત્યારે આ સરકાર દ્વારા સીઝ કરાયેલા જથ્થાનુ સીલ તોડીને બાયોડીઝલનુ વેચાણ કરતા વેપારી વિરૂધ્ધ ત્રીજી વખત કાર્યવાહી થઇ છે અને આ મામલે ગોંડલ મામલતદારે ફરીયાદ નોંધાવી છે.

Advertisement

મળતી વિગતો મુજબ ગોંડલના જામવાડી પાસે કનૈયા હોટલ પાછળ આવેલા રાજલ ટ્રેડર્સના માલીક ગોંડલના લેકઇન ગ્રીન સીટીમા રહેતા ભરત ભુદરભાઇ બકરાણીયાને ત્યા ગત તા 27-4-24 ના રોજ ગાંધીનગર પુરવઠા વિભાગની ટીમે દરોડો પાડયો હતો અને બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો જેમા ગાંધીનગર પુરવઠા વિભાગે લાખો રૂપીયાનો બાયોડીઝલનો જથ્થો સીઝ કર્યો હતો. ત્યારબાદ ગત જુન મહીનામા એસએમસીની ટીમે દરોડો પાડયો હતો અને તે વખતે ગાંધીનગર પુરવઠા વિભાગે સીઝ કરેલા આ બાયોડીઝલના જથ્થામાથી ભરત બકરાણીયા બાયોડીઝલ વેચતો ઝડપાયો હતો. જે મામલે ગુનો નોંધાયો હતો કોઇપણ જાતની મંજુરી વગર સીલ કરેલા બાયોડીઝલના જથ્થાનુ આ વેપારી વેચાણ કરતો હતો ત્યારે તેને આવુ નહી કરવા અધિકારીઓએ સુચના આપી હતી.

અધિકારીઓની સુચના આપ્યા છતા ભરત ભુદર બકરાણીયાએ ફરીથી મંજુરી વગર સીઝ કરેલા રૂ. 3.60 લાખની કિંમતના પ000 લીટર બાયોડીઝલના જથ્થામાથી મંજુરી વગર બાયોડીઝલનુ વેચાણ ચાલુ કર્યુ હતુ જે મામલે ગોંડલ મામલતદારને જાણ થતા મામલતદાર રાહુલકુમાર ભીખાભાઇ ડોડીયાએ તપાસ કરતા મંજુરી વગર બાયોડીઝલ વેચતા વેપારી ભરત ભુદર બકરાણીયા ઝડપાય ગયો હતો અને તેની વિરુધ્ધ ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસ મથકમા મામલતદાર રાહુલ ડોડીયાએ ફરીયાદ નોંધાવતા તેના વિરુધ્ધ ગુનો નોંધાયો છે ગેરકાયદેસર બાયોડીઝલનુ વેચાણ કરનાર વેપારી સામે ત્રીજી વખત કાર્યવાહી કરવામા આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement