શિકાર કરવા બાબતે થયેલા ઝઘડામાં યુવાનની હત્યા કરાયાનો ઘટસ્ફોટ
માળિયાના વાવણીયા ગામની સીમમાં યુવાનને ગોળી વાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો બાદમાં યુવાન સહિતના શખ્સો શિકાર માટે ગયા હોય જ્યાં યુવાનનું બાઈક સ્લીપ થતા બંદુકમાંથી ગોળી વાગતા તેનું મૃત્યુ નીપજ્યાનું સાથી મિત્રોએ સ્ટોરી ઉભી કરી કરતા પોલીસે તપાસ હાથ ધરવામાં આવતા શિકાર દરમીયાન બોલાચાલી થતા યુવાનની હત્યા કરી હોવાનું ખુલ્યું હતું જેથીં માળિયા પોલીસે બે શખ્સોએ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના મહેન્દ્રપરામાં રહેતા ગુલામહુશેનભાઈ અબ્દુલભાઈ પીલુડીયા એ માળિયા પોલીસમાં ફરિયાદ નોધાવી છે કે તેના દીકરા વસીમ તથા આરોપી અસલમભાઈ ગફુરભાઈ મોવર અને જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઇ જેડા એમ ત્રણેય વાવણીયા ગામની સીમમાં શિકાર કરવા ગયા હોય ત્યારે આરોપી અસલમે ઝાડીમાં છુપાવેલ દેશી બનાવટની બંદુક કાઢી લોડ કરેલ અને તેઓ શિકારની રાહમાં હતા તે દરમિયાન શિકાર આવી જતા વસીમને શિકાર કરવા બાબતે આરોપી અસલમ મોવર તથા જાવેદ ઉર્ફે જાવલો જેડા સાથે બોલાચાલી ઝગડો થયેલ જેનું મનદુ:ખ રાખી આરોપી જાવેદ ઉર્ફે જાવલો જેડા એ દેશી બંદુકમાંથી ભડાકો કરી વસીમને ગંભીર ઈજા પહોચાડી મૃત્યુ નીપજાવી હોવાની ફરિયાદ નોંધાવી છે.