રાજુલાનાં વાવડી ગામનાં પાટિયા પાસે 5.32 લાખનાં શંકાસ્પદ ડીઝલ સાથે ઇસમ ઝડપાયો
પોલીસે 10 ટીપણા ડીઝલ અને બોલેરો ગાડી કબજે કરી
તા.26/06/2025 ના પોલીસ ઇન્સ્પેકટર એ.ડી.ચાવડા નાઓની સુચન મુજબ રાજુલા પો.સ્ટે ની સર્વેલન્સ ટીમ રાજુલા પો.સ્ટેના ગ્રામ્ય વિસ્તારમા પેટ્રોલીગંમા હતા તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે એક ઇસમ પોતાની બોલેરો ગાડીમા LDO (લાઇટ ડીઝલ ઓઇલ) નો જથ્થા સાથે કોઇ આધાર પુરાવા વગર આવતો હોય જેથી રાજુલા મોટા આગરીયા ગામથી આગળ વાવડી ગામના પાટીયા પાસે સાવરકુંડલા રોડ પર પહોચતા એક ઇસમ પોતાના હવાલાની બોલેરો ગાડીમા કુલ 10 ટીપણા (બેરલ) મા LDO (લાઇટ ડીઝલ ઓઇલ)ના જથ્થા સાથે મળી આવેલ અને સદરહુ જથ્થા બાબતે આધાર પુરાવા માગતા કોઇ બીલ રજુ કરેલ ન હોયો જેથી મજકુર ઇસમને LDO (લાઇટ ડીઝલ ઓઇલ) ના જથ્થા સાથે પકડી પાડી બી.એન.એસ.એસ કલમ 35(1)(ઇ),106 મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ પકડાયેલ ઇસમ સંજયભાઇ જગદીશભાઇ ધાંગીયા ધંધો.ડ્રાઇવીંગ રહે.રંગપર ગામ, જામનગર રોડ તા.પડધરી જી.રાજકોટ પાસેથી 2500 લીટર ડીઝલ કી.રૂૂ. 1,25,000/- એક ઇલેકટ્રીક મોટર (પંપ) કી.રૂૂ. 5000/- ટીપણા (બેરલ) નંગ-10 કી.રૂૂ. 2000/- એક બોલેરો ગાડી કી.રૂૂ. 4,00,000/- કુલ કી.રૂૂ. 5,32,000/- નો મુદામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર એ.ડી.ચાવડા ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના એ.આસ.આઇ મધુભાઇ નથુભાઇ પોપટ તથા હે.કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હે.કોન્સ હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા હેડ.કોન્સ મનુભાઇ રામભાઇ માંગાણી તથા હે.કોન્સ સુરેશભાઇ ઠાકરશીભાઇ મેર તથા એ.એસ.આઇ હરેશભાઇ દુલાભાઇ કવાડ તથા પો.કોન્સ ચંદ્રેશભાઇ મનુભાઇ કવાડ તથા પો.કોન્સ પ્રુથ્વીરાજસિંહ અશ્વીનભાઇ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે