ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગર્ભપરિક્ષણના રેકેટમાં એજન્ટ અને તબીબની સંડોવણી

03:59 PM Apr 07, 2025 IST | Bhumika
Advertisement

આવાસ યોજનાનું ક્વાર્ટર ગર્ભપરિક્ષણ માટે બાડે રાખ્યાનું ખુલ્યું

Advertisement

મહિલા એજન્ટ મારફતે સરોજ ત્રણ વર્ષથી ગર્ભપરિક્ષણનું નેટવર્ક ચલાવતી હોવાનો ઘટસ્ફોટ

શહેરના સીતાજી ટાઉનશીપ આવાસ યોજના ક્વાર્ટરમાં ચાલતા ગર્ભપરીક્ષણના રેકેટનો એસઓજીએ પર્દાફાશ કરી રાજકોટમાં ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરી આપતી સરોજબેન વિનોદભાઈ ડોડિયા (ઉ.વ.40, રહે. રઘુવીર સોસાયટી શેરી નં.4, સહકાર મેઈન રોડ)ને એસઓજીએ ઝડપી લઈ સોનોગ્રાફી મશીન કબજે કર્યું હતું. પ્રાથમિક તપાસમાં આ રેકેટમાં સરોજ સાથે એક મહિલા એજન્ટ અને મશીન સપ્લાય કરવામાં એક તબીબની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. જેને લઈને આ મામલે સરોજની રિમાન્ડ ઉપર પુછપરછ શરૂ કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, નર્સિંગનો કોર્સ કરનાર સરોજબેનને ર0ર1ની સાલમાં એસઓજીએ જ ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરતાં ઝડપી લીધી હતી. જે અંગે ક્રાઈમ બ્રાંચ પોલીસ મથકમાં પીસી એન્ડ પીએન પીટી એકટ અને આઈપીસીની કલમો હેઠળ ગુનો દાખલ થયો હતો. જે કેસ હાલ કોર્ટમાં ચાલુ છે. છ મહિના જેલમાં રહ્યા બાદ સરોજ વર્ષ 2022માં જેલમાંથી છુટ્યયા બાદ ફરીથી તેણે આ ગર્ભપરિક્ષણનો ધંધો શરૂ કર્યાો હતો. મહિલા કોન્સ્ટેબલે તેની બહેનનો સ્વાંગ રચ્યો હતો. નક્કી થયા મુજબ બંને મહિલા કોન્સ્ટેબલ મવડી નજીકના 80 ફૂટના રોડ પર આવેલા આરએમસીના કવાર્ટરમાં પહોંચી હતી. સરોજ સાથે આ રેકેટમાં એક મહિલા એજન્ટ જેનું નામ કિર્તિ છે તે સંડોવાયેલી હોવાનું ખુલ્યું છે. સરોજ તેની એજન્ટ કિર્તિના કહેવાથી જે વિશ્ર્વાસપાત્ર હોય તેને જ ગર્ભપરિક્ષણ કરી આપતી હતી અને આ ગર્ભપરિક્ષણનો 20 હજાર રૂપિયા જેટલો ચાર્જ તે લેતી હતી. ગેરકાયદે ગર્ભ પરિક્ષણના રૂૂા.20 હજાર અને જો દિકરી હોય તો ગર્ભપાત કરાવી અપાવવાના રૂૂા.ર0 હજાર કહ્યા હતા. તેણે સર્ગભા મહિલા કોન્સ્ટેબલને તપાસ કરી ત્રણ માસનો ગર્ભ હોવાનું પણ કહ્યું હતું. ખાત્રી થઈ ગયા બાદ બંને મહિલા કોન્સ્ટેબલે એસઓજીની ટીમને જાણ કરતાં સરોજબેનને રંગેહાથ ઝડપી લેવાયા હતા. એસઓજીએ સ્થળ પરથી રૂૂા.4 લાખની કિંમતનું સોનોગ્રાફી મશીન, ગર્ભ પરીક્ષણ કરવામાં ઉપયોગમાં લેવાતી જેલની બોટલ, મોબાઈલ ફોન વગેરે મળી કુલ રૂૂા.4.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસઓજીએ આ અંગે તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ક્રાઈમ ભરત બી બસિયાની સુચનાને માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એસએમ જાડેજા સાથે સ્ટાફના પીએસઆઈ એસ.બી. ધાસુરા, રાજેશભાઈ બાળા, વિરેન્દ્રસિંહ ઝાલા, જયદિપસિંહ ચૌહાણ, સિદ્ધરાજસિંહ જાડેજા, અરુણભાઈ બામણીયા, મહિલા પોલીસ મિત્તલબેન સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

IMAના સભ્યો સિવાય કોઈને આ સોનોગ્રાફીનું મશીન મળતુ નથી
સરોજ પાસેથી કબ્જે કરેલું સોનોગ્રાફીનું મશીન તેની પાસે કઈ રીતે આવ્યું તે બાબતે પુછપરછ કરતા એસઓજીના સૂત્રોએ જણાવ્યું હતું કે સરોજબેન સોનોગ્રાફી મશીન ભાડે લીધાનું કહી રહ્યા છે. આ મશીન ઈન્ડિયન મેડીકલ એસોસીએશનના સભ્ય એવા અધિકૃત ડોકટરો સિવાય કોઈને મળતું નથી. આ સ્થિતિમાં તેણે આ મશીન કોની પાસેથી લીધું તે બાબતે ઉંડાણ પુર્વક તપાસ કરતા એક તબીબનું નામ પણ સામે આવી રહ્યું છે. જે બાબતે હવે પોલીસ તપાસ બાદ આ તબીબ સામે પણ કાર્યવાહી કરી શકે છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement