જૂનાગઢ ભીડભંજન મંદિરમાં તંત્ર દ્વારા તપાસ
જુનાગઢ ભવનાથ ક્ષેત્રમાં છેલ્લા ઘણા સમયથી અંબાજી મંદિર અને ભવનાથ મંદિરને લઈ વિવાદ થઈ રહ્યો છે. ત્યારે જુનાગઢ તંત્ર દ્વારા અંબાજી મંદિર દત્તાત્રેય મંદિર અને ભીડભંજન મંદિરને મામલતદાર વહીવટ હેઠળ લેવામાં આવ્યું છે. હાલ તંત્ર દ્વારા આ વિવાદ મામલે મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા જગ્યામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે ભવનાથ મંદિરના મહંત હરીગીરી મહારાજે જણાવ્યું હતું કે, અંબાજી મંદિર દત્તાત્રેય મંદિર અને ભીડભંજન મંદિરનો હાલ તંત્ર દ્વારા વહીવટ સંભાળવામાં આવ્યો છે.
ત્યારે ભીડભંજન મંદિર ખાતે તંત્ર હાલ તપાસ કરી રહ્યું છે. અંબા માતાજીના, શૃંગાર, પૂજાનો રૂૂમ હાલ તંત્ર દ્વારા ખોલવામાં આવ્યો છે. જેની લોકોને ખ્યાલ આવે તેને લઇ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.સંપૂર્ણ મામલે મામલતદાર કે અન્ય તંત્રના અધિકારી દ્વારા મીડિયાને તમામ બાબત જણાવવામાં આવશે.સાધુઓની તપાસ સમિતિ મામલે શું કહ્યું હરીગીરી મહારાજે? તપાસ સમિતિ મામલે હરીગીરી મહારાજે જણાવ્યું કે મારા પર જે આરોપો લગાવવામાં આવ્યા છે ત્યારે આરોપો લગાવવાનો પ્રજાત તંત્રને અધિકાર છે. અખાડો એ લાખો સન્યાસીઓનું એક ટ્રસ્ટ છે જેમાં ઘણા સાધુ સંતો છે. હું માત્ર અખાડાનો એક કર્મચારી તરીકેનો સાધુ છું.
છેલ્લા 50 વર્ષથી હું અખાડામાં સેવા આપી રહ્યો છું. કોઈપણ પાર્ટી હોય સંસ્થા હોય કે ટ્રસ્ટ હોય તેના પદાધિકારી પર આરોપો લગાવવામાં આવે ત્યારે તેની તપાસ નિશ્ચિત રીતે થવી જ જોઈએ. તપાસ થયા બાદ જે વ્યક્તિની તપાસ કરવામાં આવી હોય તેની વાસ્તવિકતા સામે આવે છે અને એ વ્યક્તિને કાર્ય કરવાની મજા આવે છે. અને સાચા વ્યક્તિએ જે કાર્ય કર્યા હોય તે સામે આવે છે.ગઈકાલે ભીડભંજન મહાદેવની જગ્યા પર તનસુખગિરી બાપુના નિવાસસ્થાને તેમની વસ્તુઓની યાદી બનાવવાની કામગીરી હાથ ધરી છે.
ભવિષ્યમાં આ બાબતે કોઈ પ્રશ્ન ન થાય અને આગામી સમયમાં કોઈ કાર્યવાહી કરવાની થાય ત્યારે તે કઈ કઈ વસ્તુઓ હાજરમાં હતી.તેની યાદી બનાવવામાં આવી છે. હાલના પ્રથમ પ્રયાસમાં ભીડભંજન મંદિર તંત્ર દ્વારા યાદી બનાવવામાં આવી છે. તેમજ આગામી સમયમાં અન્ય જગ્યાઓમાં પણ આ મામલેની કામગીરી હાથ ધરવામાં આવશે. આજે ભીડભંજન મંદિર ખાતે જે યાદી બનાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી, તેમાં તનસુખગીરી બાપુ ના પરિવારના સભ્યો, તેમજ સાધુઓમાં જે આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવામાં આવ્યા હતા તે સંતો મહંતોને પણ આજે ભીડભંજન ખાતે હાજર રાખવામાં આવ્યા હતા. હાલ આ યાદીને ગુપ્ત રાખવામાં આવી છે.