વેરાવળ જીઆઈડીસીમાંથી ગાંજાનો આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ : બે બિહારી શખ્સ ઝડપાયા
ગીર સોમનાથ એસ.ઓ.જી. બ્રાન્ચે વેરાવળ જી.આઇ.ડી.સી. વિસ્તારમાંથી માદક પદાર્થ ગાંજાનો આંતર-રાજ્ય (રેકટ)નેટવર્કનો પર્દાફાશ કરી રૂૂ.49,400 ના ગાંજા સાથે બે શખ્સોને પકડી પાડેલ છે.પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા જીલ્લામાંથી ડ્રગ્સ, ગાંજા, ચરસ જેવા નશીલા પદાર્થની બદી સદંતર નાબુદ કરવા માટે એન.ડી.પી.એસ. ના કેસો શોધી કાઢવા સુચના આપતા ગીર સોમનાથ ઇન્ચાર્જ એસ.ઓ.જી. પો.ઇન્સ. એન.બી.ચૌહાણ, પો.સબ ઇન્સ. એન.એ.વાઘેલા, એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. ઇબ્રાહીમશા બાનવા, દેવદાનભાઇ કુંભરવાડીયા, ગોવિંદભાઇ રાઠોડ, મેરામણભાઇ શામળા, પ્રતાપસિંહ ગોહીલ, પો. હેડ કોન્સ. ગોપાલસિંહ મોરી, વિપુલભાઇ ટીટીયા, ગોપાલભાઇ મકવાણા, પો.કોન્સ. મેહુલસિંહ પરમાર, રણજીતસિંહ ચાવડા, મહાવિરસિંહ જાડેજા તથા ઉઅજઈં ભુપતગીરી મેઘનાથી અને તથા ગીર સોમનાથ એસ.એસ.એલ. અધિકારી જે.વી. જોષી સહીતનાએ બાતમીના આધારે વેરાવળના જી.આઇ.ડી.સી. વિસ્તારમાંથી (1) અભિમન્યુ કુમાર સિંહ બ્રજેશસિંહ રહે.બામપાલી ગામ, જી.આરા ભોજપુર રાજય બિહાર તથા (2) રોહીતકુમાર ભોલા પાસવાન રહે.કૌશલ નગર એરપોર્ટ પાસે ફુલવાડી, જી.પટણા રાજય બિહાર વાળા પાસેથી માદક પદાર્થ ગાંજો વજન 4940 ગ્રામ કી.રૂૂ.49,400 તથા મોબાઇલ બે રૂૂા.10,000 મળી કુલ રૂૂા.59,400 સાથે પકડી પાડેલ તથા જેને સપ્લાય કરવાનો હતો તે આરોપી (3) ફીરોજ અબ્દુલભાઇ મલેક રહે.કોડીનાર ટેસટી નગરને કોડીનાર ખાતેથી પકડેલ છે અને વધુ પુછપરછ કરતા ચંદનસીંગ રહે.દીલ્હી નું નામ આપેલ હોય જેને ઝડપવા ચક્રો ગતિમાન કરેલ છે. આ તમામ સામે પ્રભાસ પાટણ પોલીસમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ બનાવમાં મુખ્ય આરોપી અભિમન્યુ કુમારસિંહે માદક પદાર્થ ગાંજાનો જથ્થો દીલ્હી થી ચંદનસીંગ પાસેથી મંગાવતો અને ગીરસોમનાથ જીલ્લાના કોડીનારના ફીરોજ મલેકને આપતો અને કોડીનાર થી ફીરોજ આ માદક પદાર્થ ગાંજો દીવ તથા આજુબાજુના વિસ્તારમાં વેચાણ કરતો હોવાનું પોલીસે જણાવેલ છે.