ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ડુપ્લિકેટ પાસપોર્ટથી પોરબંદર ટુ લંડન પહોંચવાના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ

11:27 AM Dec 13, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

યુ.કે.જવા ઇચ્છુક વ્યક્તિઓને પોર્ટુગીઝ વાલી વારસ ગોતવાથી લઇને જન્મ તારીખના દાખલા સુધારી આપનાર તલાટી મંત્રી, પાસપોર્ટ એજન્ટ સહિત 9 શખ્સોની ધરપકડ કરતી SOG

પોરબંદર પંથકમાં ઇંગ્લેન્ડમાં સેટલ થવા માટેનો ક્રેઝ અસંખ્ય યુવાનોમાં જોવા મળે છે. આવા ક્રેઝનો ગેરલાભ લઇ સરકારી રેકર્ડમાં ચેડા કરીને ખોટા પાસપોર્ટ કઢાવીને યુ.કે.માં રહેતા પોર્ટુગીઝ પરિવારના આશ્રીત તરીકે યુવનોને મોકલવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. યુ.કે.જવા ઇચ્છુક વ્યક્તિઓને પોર્ટુગીઝ વિઝા કઢાવીને લંન મોકલવાના કૌભાંડમાં તલાટી-કમ-મંત્રી અને જન્મ મરણ રજીસ્ટ્રાર સહીત 9 શક્સોની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં આંતરરાષ્ટ્રીય લીન્ક મળતા તે અંગે પણ તપાસ ચાલું છે આ ઉપરાંત બોગસ વીઝાના આધારે લંડન પહોંચેલા અનેકના વિજા રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ, આરોપીઓ ચોક્કસ મોડસ ઓપરેન્ડીથી ઓર્ગેનાઈઝ્ડ સીંડીકેટ ચલાવતા હોવાનું ધ્યાને આવેલ જેમાં સૌપ્રથમ યુ.કે, જવા ઇચ્છુક વ્યકિતીઓની પસંદગી કરી યુ.કે.માં પોર્ટુગીઝ નાગરીકતા ધરાવતા ઇસમો સાથે સંપર્ક કરી નાણાકીય લેવડ-દેવડ કરી, તેઓના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરવામાં આવતો, પાસપોર્ટ માટે એપ્લીકેશન કરનાર વ્યક્તિનુ ફર્સ્ટ નેમ રાખવામાં આવતુ તે સીવાય માતા પીતાનુ નામ બદલાવી પોર્ટુગીઝને વાલી તરીકે બતાવી, જન્મના ખોટા પ્રમાણપત્રો બનાવી લેવામાં આવતા જેમાં તેની ઉમર 21 વર્ષથી ઓછી રાખવામાં આવતી જેથી માઈનોર તરીકે વિઝા મળવામાં સરળતા રહે અને આ વિગતો આધારે આધારકાર્ડમાં એડીટીંગ કરી નામ, સરનામાં બદલાવી નાખવામાં આવતા અને આ આધારકાર્ડ અને જન્મના પ્રમાણપત્રો આધારે વલસાડ અને દમણ અને સુરતના એજન્ટો મારફતે તમામ કામ કરી આપવામાં આવતુ. બાદ બનાવટી પાસપોર્ટ બની જતા પોસ્ટ મારફતે અગાઉ નીયત કરેલ સ્થળે આવે ત્યારે મેળવી લઇ અરજદાર સુધી પહોંચાડવા અંગેનુ સુવ્યવસ્થીત કૌભાંડ આચરવામાં આવી રહ્યું હતું.

તપાસ દરમ્યાન આ કૌભાંડ સાથે સંકળાયેલ અલગ અલગ આરોપીઓ પોરબંદર, સુરત, વલસાડ અને દમણ ખાતેથી પકડવામાં આવેલ છે પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં યુ.કે. (ઇગ્લેન્ડ) જવા ઇચ્છુક વ્યક્તિઓ પોરબંદરમાં રહેતા પાસપોર્ટ એજન્ટ દિલીપ મોઢવાડીયા અને તેના સબંધી આશીષ ઓડેદરાનો સંપર્ક કરતા જેમા આશીષ ઓડેદરા વલસાડ, દમણના પાસપોર્ટ એજન્ટોના સંપર્કમાં હોય અને રાયદે રાણા ઓડેદરા પોર્ટુગીઝ નાગરીકોના દસ્તાવેજો તથા પાસપોર્ટ બનાવવા માટે જરૂરી માહીતી મેળવી લેતો અને ત્યાર બાદ હાર્દીક રાવલીયાનો સંપર્ક કરતા અને અજદારનુ નામ, પોર્ટુગીઝ માતા અથવા પીતાનુ નામ, માઈનોર વિઝા સરળતાથી મળી રહે તે હેતુ થી ઉમર 21 વર્ષથી ઓછી રાખવાની હોવાથી જન્મ તારીખમાં પણ ફેરફાર કરતા, ત્યાર બાદ તલાટી કમ મંત્રી હાર્દીક રાવલીયા જન્મ મરણ નોંધ રજીસ્ટરમાં જુની નોંધ કોઈ પણ રીતે હટાવી નવી એન્ટ્રી કરતો અને ઇ-ઓળખ ઓનલાઇન વેબ પોર્ટલમાં ખોટા જ્ન્મના પ્રમાણપત્રો જનરેટ કરી પોતાની સહીઓ કરી અને ખોટા જન્મ પ્રમાણપત્રો પુરા પાડતો, ત્યાર બાદ આ આશીષ ઓડેદરા અને દિલીપ મોઢવાડીયા દ્વારા દમણ ખાતેના એજન્ટ પ્રતીક ટંડેલને જન્મ તારીખનો દાખલો મોકલાવી આપતા, પ્રતીક ટંડેલ દ્વારા પાસપોર્ટ કઢાવવા આધારકાર્ડની પણ જરૂરીયાત હોય તેના સબંધીના ગ્લોબલ સાયબર કેફેના સંચાલક નીહલ ટંડેલ મારફતે આધારકાર્ડમાં એડીટીંગ કરાવી બનાવટી આધારકાર્ડ બનાવી અને તમામ દસ્તાવેજ વલસાડના પાસપોર્ટ એજન્ટ ભાવેશ પંચાલને સોંપી આપતો, ભાવેશ પંચાલ દ્વારા પાસપોર્ટ વિભાગની વેબસાઈટ ઉપર તમામ ખોટી માહીતી તથા ડોક્યુમેન્ટ અપલોડ કરી, પાસપોર્ટની પ્રોસેસ ઝડપી અને સરળતાથી કરવા માટે સુરતના પાસપોર્ટ એજન્ટ રિકેશ શાહ અને પીનાકીન રાણાની મદદ લેતો આ બનાવટી પાસપોર્ટ પ્રતીક ટંડેલ મારફતે કુરીયર કરી આશીષ ઓડેદરા અને દિલીપ મોઢવાડીયાને મોકલી આપતો હતો આ પાસપોર્ટ એજન્ટો દ્વારા બનાવટી પાસપોર્ટ ધારક જ્યારે પોર્ટુગીઝ તરીકે વિઝા માટે એપ્લીકેશન કરે ત્યારે પુછપરછ દરમ્યાન કરવામાં આવતા સવાલો અંગે અગાઉથી પ્રીપરેશન કરાવવામાં આવતુ હતું.

આ ગુન્હાની તપાસ શ્રી પી.સી.શીંગરખીયા, પોલીસ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા દ્વારા ચલાવવામાં આવી રહેલ છે.

દુબઇ, રશિયામાં બેસી પાસપોર્ટ એપ્લિકેશનના ઇમેઇલ આઇડી ઓપરેટ થતા હતા, અનેકના પાસપોર્ટ રદ થશે
પાસપોર્ટ એપ્લિકેશન ફોર્મમાં એપ્લિકેશન કરનાર એજન્ટના ઈ-મેઈલ આઈ.ડી. શોધવામાં આવેલ અને તે Mail ID ના IP,, Signup Details, Alternative Mails and Contacts, MAC Address, IMEI તેમજ સદરહું મેઈલ આઈ.ડી. ક્યાંથી, કોના દ્વારા ઓપરેટ કરવામાં આવે છે તે અંગેની માહીતી મેળવવામાં આવેલ જે માહીતીનો અભ્યાસ કરતા સદરહુ ઇ-મેઇલ આઈ. યુ.કે., રશીયા, ઓસ્ટ્રેલીયા અને દુબઇથી કૌભાંડીઓ ઓપરેટ કરતા હોવાની વીગતો મળેલ તેમજ સદરહુ ગુન્હાની તપાસ માઇક્રો પ્લાનીંગ સાથે આગળ વધારવામાં આવેલ જેમા તમામ વિગતોને સંકલીત કરી લીસ્ટ બનાવવામાં આવેલ અને બાતમીદારોને મારફતે લીસ્ટ મુજબના શંકાસ્પદ ઇસમોની ઓળખ કરવા અંગે પ્રયત્નો કરવામાં આવેલ સાથે સાથે ટેક્નીકલ ઇન્ટેલીજન્સની પણ મદદ લેવામાં આવેલ હતી જે દરમ્યાન અમુક બનાવટી પાસપોર્ટ ધારકો ઓળખી શકાયેલ છે જેઓને ગુન્હાના કામે અટક કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમજ અમુક બનાવટી પાસપોર્ટ ધારકો હાલ યુ.કે. ખાતે વિઝા મેળવી ગયેલ હોય જેના વિઝા તેમજ પાસપોર્ટ રદ્દ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.

Tags :
crimeduplicate passportsgujaratgujarat newsPorbandar to London
Advertisement
Advertisement