લોનની NOC પખવાડિયામાં પરત આપવાના બદલે આરોપીએ અન્ય બેંકમાં લોન લેવા ઉપયોગ કરી ઠગાઈ
મૂળીના લીમલી ગામના વતની અને હાલ રેલનગરમાં ગુલમહોર પ્લાઝાની બાજુમાં ઓસ્કાર એંકલેવ સી.202માં રહેતા યુવરાજસિંહ મહેન્દ્રસિંહ પરમાર (ઉ.વ.40)એ ચોટીલાના કુંભારા ગામના પ્રતાપભાઈ કાળાભાઈ ઉર્ફે કાળુભાઈ માનસૂરિયા(ઉ.37)ને પુનાવાલા ફિન્કોર્પમાં 10.12 લાખની લોન કરાવી આપી અને આ લોનની એનઓસી 15 દિવસમાં પરત કરવાની હોય આમ છતાં આરોપીએ એનઓસીનો અન્ય બેંકમાં લોન લેવા ઉપયોગ કરી છેતરપિંડી કરતા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું ઓનેસ્ટ ક્લબ પ્રાઈવેટ લિમિટેડમાં 5 વર્ષથી મેનેજર તરીકે નોક રી કરૂૂ છુ અને ઓફિસનો તમામ વહીવટ સંભાળુ છુ જેમા લોન બાબતેના તમામ ડોક્યુમેન્ટ ચકાસણી અને એગ્રીમેન્ટ આ ર.ટી.ઓ.ના કામ તથા લોન પેમેન્ટ અને નવી કાર લોન વગેરે કામગીરી કરૂૂ છુ અને અમારી આ કંપની અલગ અલગ ફાઈનાન્સ કંપની સાથે કરારથી કમિશન ઉપર કામગીરી કરે છે.આજથી આશરે ચારેક મહિના પહેલા અમારા એજન્ટ પિનલભાઈ તરફથી એક લોન જરૂૂરીયાત માટે ગ્રાહક સંપર્ક થયેલ જેણે પોતાનુ નામ પ્રતાપભાઈ કાળાભાઈ ઉર્ફે કાળુભાઈ માણસુરીયા હોવાનુ જણાવેલ અને કહેલ કે મારી પાસે મારી મહિન્દ્રા બોલેરો કારમાં મારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બેંકમા રૂૂ.7,00,000/- તથા 1,70,000/-ની લોન ચાલુ છે અને મારે વધારે પૈસાની લોનની જરૂૂરીયાત છે.
આમ અમારી પાસે વધુ લોન માટે ડોક્યુમેન્ટ આપતા અમે તેની રૂૂ.10,12,330/- ની લોન પુનાવાલા ફીનકોર્પમાંથી મંજુર કરાવી આપી હતી અને તેમની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બેંકની બાકી લોન રૂૂ.3,93, 146/- અને રૂૂ.1,48,155/- મળી કુલ રૂૂ.5,41,301/- આર.ટી. જી.એસ.ના માધ્યમથી ઓનલાઈન ભરપાઈ કરેલ હતી અને બાકી ના રૂૂ. 3,92,148/-આ પ્રતાપભાઈના એસબીઆઈના એકાઉન્ટમાં આર.ટી.જી.એસ.દ્વારા તા.04/07ના રોજ ટ્રાન્સફર કર્યા હતા અને આ લોનની એન.ઓ.સી. 15 દિવસમા આ પ્રતાપભાઈએ અમને આપવાની હોય જે તેઓ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બેંક ખાતે રૂૂબરૂૂ જઈને લાવ્યા પરંતુ અમને ના આપી આ પ્રતાપભાઈ એ આ એન.ઓ.સી.નો ઉપયોગ નવી લોન કરવા માટે કર્યો હતો જેની જાણ અમને ગઈ તા.29/07ના રોજ એમ.પરિવહન એપ્લીકેશન મારફત આ પ્રતાપભાઈની માહિતી ઓનલાઈન ચેક કરતા થયેલ જેથી આ બાબતે પ્રતાપભાઈને પૂછતા કહેલ કે મને કંઇ ખબર નથી અને ત્યારબાદ તેને તા.04/08 ના રોજ ફોન કરતા તેમ નો ફોન બંધ કરી દીધો હતો અને તેનો સંપર્ક થયોના હતો જેથી આ પ્રતાપભાઈ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.