કોઠારિયા રોડ પર કવાર્ટરમાં: પરિણીતા આપઘાત પ્રકરણમાં સાસરિયા સામે નોંધાતો ગુનો
કોઠારીયા મેઈન રોડ હાઉસિંગના ક્વાર્ટરમાં રહેતા નિરુબેન અનિલભાઈ સોરાણી(ઉ.25)એ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ ઘટનામાં મૃતક ના પિતા લક્ષ્મણભાઇ મેરામભાઇ સદાદીયા (ઉ.વ.50)ની ફરિયાદ પરથી નિરુબેનના પતિ અનિલ હિંમત,સસરા હિંમતભાઈ, કૈલાશબેન સોરાણી વિરુદ્ધ આપઘાતની ફરજ પાડવા અંગે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
લક્ષ્મણભાઈએ ફરિયાદનું જણાવ્યુ હતું કે,મારે સંતાન માં ત્રણ દીકરી અને બે દિકરા છે.જેમાં દીકરી નીરૂૂબેનના લગ્ન સાતેક વર્ષ પહેલા ભંડારીયા ગામના હેમંતભાઈ સોરાણીના દિકરા અનિલભાઇ સોરાણી સાથે કરેલ હતા અને મારી દીકરી નિરુબેનને સંતાનમાં બે દિકરા છે.ગઇ તા.20/05ના બપોરના હું મારા કામથી કાળાસર ગામે ગયેલ હતો ત્યારે મારા પત્ની ખીમીબેનનો મને ફોન આવેલ અને વાત કરેલ કે,મે આપણી દીકરી નિરુને બપોરના ત્રણેક વાગ્યા આસપાસ ફોન કરેલ હતો અને એક-બે વખત ફોન કરેલ પરંતુ કોઇએ ફોન ઉપાડેલ નહીં અને બાદ ફરીથી ફોન કરતા ફોન ભાણેજ રુદ્રએ ઉપાડેલ અને વાત કરતો હતો કે નાની ઘરે આવો, ઘરે આવો, જેથી મને ચિંતા થતા આપણા મોટા દીકરા વિશ્વજીત જે રાજકોટ કામથી ગયેલ હતો તેને ફોન કરી નિરુબેનના ઘરે જવાનું કહેલ હતુ અને બાદ વિશ્વજીતે નિરુબેન ના ઘરે જઈ મને ફોનમાં વાત કરેલ કે નિરુબેને ગળેફાંસો ખાઈ લીધેલ છે.
તમે તથા પિતાજી તાત્કાલીક સરકારી હોસ્પિટલ રાજકોટ ખાતે આવો. મારા પરીવારના સભ્યો તથા સગા-સબંધી સીધા હોસ્પીટલે ગયેલ અને ત્યા મને જાણવા મળેલ કે મારી દીકરી નિરુબેનને ડોક્ટરે જોઈ તપાસી મરણ ગયેલ અને બાદ તમો પોલીસ આવી જરૂૂરી કાગળ કામ કરી દીકરી નિરુબેનની લાશનુ પેનલ ડોકટરથી પી.એમ કરાવી અને દિકરીની લાશ મને સોંપી હતી અને બનાવનુ કારણ મારી દીકરી નિરુબેનના સાસરે છેલ્લા બે-એક વર્ષથી તેના પતિ તથા સાસુ સસરા નાની-નાની બાબતોમાં હેરાન પરેશાન કરતા હોય નિરુબેન અવાર-નવાર આ બાબતે અમારી સાથે વાત કરતી અને અમે તેને સમજાવતા હતા.
દશેક મહિના પહેલા દીકરી અમારા ઘરે રિસામણે આવેલ હતી અને ચાર-છ મહીના અમારા ધરે રોકાયેલ હતી અને અમોએ તેને તથા તેના પતિ તથા સાસુ-સસરાને સાથે વાતચિત તથા સમજૂતી કરી તેના સાસરે મોકલેલ હતી અને તેમ છતાં જમાઈ અનિલભાઈ તથા તેના સસરા હિંમતભાઈ તથા સાસુ કૈલાશબેન દીકરી નિરુ બહેન સાથે નાની-નાની બાબતોમાં માનસીક તથા શારિરીક ત્રાસ આપતા હોવાથી તથા ખોટી રીતે હેરાન-પરેશાન કરતા હોવાથી મારી દિકરીને તેમનો ત્રાસ સહન ન થતા મારી દિકરીને મરવા માટે મજબૂર કરતા તેઓના ત્રાસના કારણે ગઈ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.