ખીરસરા કિંમતી જમીનના વિવાદમાં પ્રૌઢને ‘અનિરૂધ્ધસિંહ રીબડા’ના નામે ખૂનની ધમકી
ખીરસરામાં રહેતા પ્રૌઢને તેના ભત્રીજા સહિતના 11 શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એક શખ્સે પોતાની ઓળખ રાજદીપસિંહ રીબડા અને અનિરુદ્ધસિંહ જાડેજાના માણસ તરીકે આપી હતી. પોલીસે તમામ આરોપીઓની શોધખોળ શરૂૂ કરી હતી.
ખીરસરામાં રહેતા અને કડિયાકામ કરતાં જગદીશભાઇ જીણાભાઇ બાબરિયા (ઉ.વ.54)એ મેટોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના ભત્રીજા કાનજી બાબરિયા, ગોવિંદ ઉર્ફે તુફાન નરશી બાબરિયા અને 9 અજાણ્યા શખ્સ હોવાનું કહ્યું હતું. જગદીશભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.27 મેના તેના કૌટુંબિક ભાઇ છગનભાઇ ખેતાભાઇ બાબરિયાએ ફોન કરીને કહ્યું હતું કે, તમારો ભત્રીજો કાનજી લાલજી બાબરિયા ફોન કરીને હેરાન કરે છે, જેથી જગદીશભાઇએ ભત્રીજા કાનજીને ફોન કરી છગનભાઇને હેરાન નહીં કરવાનું કહેતા કાનજીએ કાકા જગદીશભાઇને ધમકાવ્યા હતા અને નતું આ મેટરમાં વચ્ચે નહીં આવતો, તું ઘરે રહે હું આવીને તને છરીના ઘોદા મારીને મારી નાખીશથ, ધમકીથી ગભરાયેલા જગદીશભાઇએ પોલીસ બોલાવતા પોલીસ પહોંચી હતી અને તે સમયે જ કાનજી બાબરિયા અને ગોવિંદ ઉર્ફે તુફાન તેમજ અન્ય પાંચ શખ્સો ધસી આવ્યા હતા જેમાં કાનજી બાબરિયા અને ગોવિંદ નશાખોર હાલતમાં હોય પોલીસ બંનેને ઉઠાવી ગઇ હતી જ્યારે અન્ય શખ્સો નાસી ગયા હતા. આ ઘટનાના બે દિવસ પહેલાં તા.25ના તુફાન બાબરિયા કાર લઇને ધસી ગયો તો તેમાં અજય તથા અન્ય ત્રણ શખ્સ હતા.
તુફાન કારમાંથી ઉતર્યો હતો અને જગદીશ ભાઇને કહ્યું હતું કે, છગનભાઇની જમીન બાબતે વચ્ચે આવતો નહીં, હું રાજદીપસિંહ રીબડા અને અનિરુદ્ધસિંહ જાડેજાનો માણસ છું, હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતો રહ્યો હતો. જગદીશભાઇએ ફરિયાદમાં એમ પણ જણાવ્યું હતું કે, છગનભાઇ બાબરિયાની ખેતીલાયક જમીન ધુળિયા દોમડામાં આવેલી છે, જે જમીનમાં છગનભાઇએ તેમના ભાઇ, બહેન અને માતાને રૂૂપિયા આપી હક્ક જતો કરાવ્યો હતો. હાલમાં આ જમીન છગનભાઇના નામે છે અને તે જમીનમાં જગદીશભાઇના નાનાભાઇ નરશીભાઇનો પુત્ર ગોવિંદ ઉર્ફે તુફાન હક્ક માગતો હોય અને તે કાનજીને ચડાવીને ધમાલ કરાવે છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂૂ કરી હતી.
કાલે તને મારી નાંખીશ, તારે પોલીસને જાણ કરવી હોય તો કરી દેજે, ભત્રીજાની કાકાને ધમકી
લોધિકાના ઘુડીયા દોમડા ખાતે ચાર એકરની કિંમતી જમીન ધરાવતાં અને રાજકોટમાં નાનામવા મેઈન રોડ લક્ષ્મી સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા છગનભાઈ ખેતાભાઈ બાબરીયા (ઉ.64)એ તેમના ભત્રીજા ગોવિંદ ઉર્ફે કાળુ ઉર્ફે તુફાન નરસીભાઈ બાબરીયા , પિન્ટુ ઉર્ફે મહેશ બાબરીયા, અજય અને તપાસમાં ખુલે તેઓની સામે ધમકી તેમજ વાહનમાં તોડફોડ કર્યાની ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં છગનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે તેઓના ઘરે ભત્રીજા ગોવિંદ બાબરીયા, મહેશ નરશી બાબરીયા, સંજય ઉર્ફે ચંદ્રેશ બાબરીયા સહિતનાઓ ઘરે આવ્યા હતાં અને આ સમયે ગોવિંદ ઉર્ફે તુફાને 2006માં ખરીદ કરેલી જમીનમાંથી ભાગ માંગ્યો હતો. આ જમીન જે તે સમયે છગનભાઈ અને તેમના ભાઈ-પિતાના નામે હતી જે જમીન તેઓએ 2006ની સાલમાં વેચાણ કરી અને દોઢ લાખ રૂપિયામાં ખરીદી જમીન પોતાના માલિકીની થઈ ગઈ હતી. આમ છતાં ગોવિંદ ઉર્ફે તુફાન જમીનનો હક્ક હિસ્સો માંગી ધમકી આપતો હોય તેમના વિરૂધ્ધ મેટોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આમ છતાં તા.27ના આરોપીએ ધમકી આપી કે ‘કાલે 11 વાગ્યે તને મારી નાખીશ, તારે પોલીસને જાણ કરવી હોય તો કરી દેજો.’ તેમ કહી ઘર નજીક પાર્ક કરેલી કારમાં તોડફોડ અને નુકસાની કરી આરોપી ફરાર થઈ ગયા હતાં.