ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સુરતમાં 8 વર્ષની બાળકીને પિતરાઇ ભાઇએ પીંખી નાખી, પોલીસે કરી નરાધમની ધરપકડ

01:27 PM Oct 15, 2024 IST | Bhumika
Advertisement

સુરતને શર્મશાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. સુરતમાં વધુ એક માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ દુષ્કર્મ બીજા કોઈએ નહીં પણ ફોઇના પુત્રએ જ આચર્યુ હોવાનું સામે આવ્યું છે. બાળકીના માતાપિતા બહાર ગયા હતા ત્યારે આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ફોઈનો પુત્ર બાળકી સાથે દુષ્કર્મ કરતો હતો તે પડોશી જોઈ ગયા હતા. શહેરના ચોક બજાર વિસ્તારમાં બનેલ આ ઘટનામાં નરાધમની પોલીસે ઘરપકડ કરી હતી.

Advertisement

મળતી વિગતો અનુસાર સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતા દંપતિ બાળકીને ઘરે મુકીને ખરીદી કરવા બજારમાં ગયા હતા. ત્યારે માતા પિતાની ગેરહાજરીનો લાભ ઉઠાવીને 19 વર્ષીય મનીષ માવજી બાબરીયાએ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે સમગ્ર ઘટના પાડોશી જોઇ જતા તેમણે આ નરાધમને ઝડપી પાડ્યો હતો. ત્યારે માસુમ બાળકી જોડે દુષ્કર્મ કરતા લોકોએ ઝડપી પાડી બરોબરનો મેથીપાક આપ્યો હતો.

આ સમગ્ર ઘટના આરોપી ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે કાપોદ્રા ખાતેથી નરાધમને ઝડપ્યો હતો. ત્યારે દુષ્કર્મની ઘટનાને લઇ ચોક બજાર પોલીસે પોકસો અને દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
Childcrimegujaratgujarat newssuratSurat police
Advertisement
Next Article
Advertisement