જૂનાગઢના સુખપુરમાં સુપરવાઇઝર રમી ગેમમાં હારી જતા 4.02 લાખના ચણાની ચોરી કરી’તી
વેરહાઉસમાં થયેલી ચણાની ચોરીનો ભેદ ઉકેલાયો: મુદ્દામાલ કબજે લેવા તજવીજ
રમી ગેમમાં હારી જતા સુપરવાઇઝરે સુખપુર ગામે આવેલ વેરહાઉસમાંથી 4.02 લાખના ચણાની ચોરી કરી હોવાની ફરિયાદ કલસ્ટર ઓપરેશન ઇન્ચાર્જએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી. નેશનલ બલ્ક હેન્ડલિંગ કોર્પોરેશન પ્રા. લી.નું વેરહાઉસ જૂનાગઢ તાલુકાના સુખપુર ગામમાં આવેલ છે. વેરહાઉસના દરવાજાનું શીલ અને તાળુ ન હોવાની અને વેરહાઉસ માંથી ચણાના 135 કટ્ટા ઓછા હોવાની અને અન્ય કટ્ટામાંથી ચણા કાઢી ઓછા કરી રૂૂપિયા 4,02,500ની કિંમતના 7,000 કિલો ઓછા હોવાની જાણ ગત તા. 17 ડિસેમ્બરના રોજ માણાવદર રહેતા સુપરવાઇઝર પ્રશાંત હરસુખભાઈ ધમ્મરે કરી હતી. આથી કલસ્ટર ઓપરેશન ઇન્ચાર્જ કાળાજી છગનભાઈ ઠાકોરે વેરહાઉસના સીસીટીવી ચેક કરતા અલગ અલગ રાત્રિના સમયે વાહનો આવતા જતા જોવા મળ્યા હતા આથી સુપરવાઇઝર પ્રશાંતને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા તેણે હું રમી ગેમમાં રૂૂપિયા હારી ગયો હોય તેથી વેરહાઉસમાંથી ગત તા. 25 નવેમ્બરથી ચણાના એક થી 135 કટ્ટા અલગ અલગ વાહનમાં લઈ જઈ યાર્ડનાં વેપારીને વેચ્યા હોવાનું જણાવતા ગુરુવારની રાત્રે પ્રશાંત હરસુખ સામે રૂૂપિયા 4.02 લાખના ચણાની ચોરીની ફરિયાદ કાળાજી ઠાકોરે તાલુકા પોલીસમાં નોંધાવી હતી.
સુખપુર ખાતેના વેરહાઉસમાંથી 7000 કિલો ચણાની ચોરી થયાની ફરિયાદ અંગે ઇન્ચાર્જ તાલુકા પીઆઇ મહેન્દ્રસિંહ સરવૈયાએ તાત્કાલિક તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં ચણા ચોર સુપરવાઇઝર પ્રશાંત હરસુખ ઘમ્મરની ધરપકડ કરી શનિવાર સાંજ સુધીના રિમાન્ડ પર મેળવી મુદામાલ કબજે કરવા તપાસ હાથ ધરી હતી.