રામનાથપરામાં ભાઇએ બહેન પાસેથી પૈસા માગી ઘરનો સામાન બહાર ફેંક્યો, સ્કૂટરમાં તોડફોડ કરી
બહેને પૈસા આપવાની ના પાડતાં ઉશ્કેરાયો, 100 નંબરમાં કોલ કરતા આરોપી ફરાર
રામનાથ પરા મેઇન રોડ ગરબી ચોક પાસે આવેલી મસ્જિદ પાસે રહેતી યુવતી પાસે ભાઈએ પૈસા માંગી અને ઘરમાં રહેલો સામાન બહાર ફેંકી તેમજ સ્કૂટરમાં તોડફોડ કર્યાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવી છે.આ ઘટનામાં 100 નંબરમાં ફોન કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી જતા આરોપી ભાગી ગયો હોવાનું જાણવા મળી રહ્યું હતું.
વધુ વિગતો અનુસાર, રામનાથ પરા મેન રોડ ગરુડ ગરબી ચોક પાસે આવેલી જુમ્મા મસ્જિદ નજીક રહેતાબેન સાહિસ્તા અબ્દુલરસીદભાઈ ઠેબા નામના 38 નામના યુવતીએ તેમના સગાભાઈ મોહમ્મદ હુસેન અબ્દુલરસીદભાઈ ઠેબાનું નામ આપતા તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટનામાં એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ જેઠવા તપાસ ચલાવી રહ્યા છે.
શાહિસ્તા બેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ હાલ માતા અને ભાઈ મોહમ્મદ હુસેન સાથે રહે છે અને ઘરકામ કરે છે. ગઈકાલે બપોરના સમયે ત્રણ વાગ્યાની આસપાસ સાહિસ્તાબેન ઘરે હતા ત્યારે ભાઈ મોહમ્મદ હુસેન જમીને તેમની પાસે પૈસા માંગતો હતો એ સમયે શાહિસ્તાબેને પૈસા નથી તેમ કહેતા ભાઈ મહમદ હુસેન ઉશ્કેરાઇ ગયો હતો અને પૈસા નહીં આપો તો તમને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી અને બાદમાં રસોડામાં રહેલ ઘરવખરીનો સામાન બહાર ફેંકવા લાગ્યો હતો.તેમજ સ્કૂટરમાં લાકડી અને પથ્થર મારી તોડફોડ કરી 12 હજારનું નુકશાન કર્યું હતું.જેથી ફરિયાદી બહેને 100 નંબરમાં કોલ કરતા પોલીસ આવી ગઈ હતી અને બાદમાં આરોપી ત્યાંથી ભાગી ગયો હતો.