For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના રાજપર ગામે મોટા ભાઈએ કામ ધંધો ન કરતાં નાના ભાઈને માર મારી હત્યા કરી નાખી

12:16 PM Aug 05, 2025 IST | Bhumika
મોરબીના રાજપર ગામે મોટા ભાઈએ કામ ધંધો ન કરતાં નાના ભાઈને માર મારી હત્યા કરી નાખી

મૃતકે દેણું કરી નાખતા પિતાએ દસ વિઘા જમીન વેંચી નાખી હતી, મોટો ભાઈ કંટાળી છરી અને લાકડી વડે તૂટી પડયો

Advertisement

મોરબીના રાજપર ગામે ગત મોડી રાત્રીના હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો જેમાં માથા તેમજ શરીરે લાકડી, ચપ્પુ વડે માર મારી ગંભીર ઈજા કરી યુવાનની હત્યા કરવામાં આવી હતી હત્યાના બનાવ અંગે મૃતકના બહેને ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે મોટાભાઈએ કામ ધંધો ના કરતા નાના ભાઈની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી છે.

મોરબીના યદુનંદનમાં રહેતા ભાવનાબેન નીલેશભાઈ ભીમાણીએ આરોપી મહેશ મોહનભાઈ અઘારા રહે રાજપર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તા. 03 ના રોજ બપોરના દીકરો પ્રવીણ નાહી ધોઈને બહાર ગયો અને રાત્રીના અઢી વાગ્યે ઘરે આવ્યો ત્યારે પિતા અને ભાઈ મહેશભાઈ જાગી ગયા હતા પ્રવીણભાઈ રૂૂમમાં જઈને સુઈ ગયા હતા મહેશ જાગીને લાકડી લઈને પ્રવીણ પાસે ગયો અને પ્રવીણને કહેવા લાગ્યો તું કાઈ કામ ધંધો કરતો નથી બહારથી ઉછીના રૂૂપિયા લઈને જલસા કરે છે તે લીધેલા રૂૂપિયા અમારે ભરવા પડે છે તારે કારણે દસ વીઘા જમીન વેચી નાખી અને તારા કારણે ઘરે રૂૂપિયા માંગવા વાળા આવે છે કહીને ઝઘડો કરી મહેશે આવેશમાં આવી લાકડી વડે માથા અને છરી વડે ઈજા કરી માર મારી ગંભીર ઈજા પહોંચાડતા મોત થયું હતું.

Advertisement

આમ મૃતક પ્રવીણભાઈ મોહનભાઈ અઘારા (ઉ.વ.37) નામના યુવાન કામધંધો કરતો ના હોવાથી અને બહારથી હાથ ઉછીના રૂૂપિયા લઈને જલસા કરતો હતો જેનું દેવું પિતા ભરત હતા અને પિતાએ દસ વીઘા જમીન વેચી નાખી હતી જેથી મોટા ભાઈ મહેશભાઈ મોહનભાઈ અઘારાએ કંટાળી લાકડી અને શાક સોલવાના ચપ્પુ વડે માર મારી શરીરે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે આરોપી ભાઈ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement