For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં મુસાફરના સ્વાંગમાં બંટી-બબલીએ વૃધ્ધને ચોટીલા તરફ લઈ જઈ માર મારી રિક્ષા પડાવી લીધી

12:32 PM Jul 12, 2024 IST | Bhumika
રાજકોટમાં મુસાફરના સ્વાંગમાં બંટી બબલીએ વૃધ્ધને ચોટીલા તરફ લઈ જઈ માર મારી રિક્ષા પડાવી લીધી
Advertisement

પેસેન્જર બેલડીએ માર મારી રિક્ષા અને એક હજાર રોકડની લૂંટ ચલાવ્યાનો આક્ષેપ: પોલીસ તપાસનો ધમધમાટ

રાજકોટમાં પોલીસની ધાક ઓસરી રહી હોય તેમ ક્રાઈમનો ગ્રાફ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે રાજકોટમાં બંટી-બબલીએ મુસાફરના સ્વાંગમાં રીક્ષા ચાલકને ચોટીલા નજીક લઈ જઈ માર મારી રિક્ષા અને રોકડ પડાવી લીધી હોવાના આક્ષેપ સાથે રીક્ષા ચાલક વૃદ્ધને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં સાધુવાસવાણી રોડ ઉપર આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેલા રણજીતભાઈ રણછોડભાઈ મૂલિયાણા નામના 63 વર્ષના વૃદ્ધ સાંજના સાતેક વાગ્યાના અરસામાં ચુનારાવાડ ચોક પાસે રીક્ષા લઈને પસાર થઈ રહ્યા હતા.

ત્યારે અજાણ્યા બંટી બબલી મુસાફરના સ્વાંગમાં રિક્ષામાં બેઠા હતા અને રિક્ષાને સાત હનુમાન તરફ લઈ ગયા હતા જ્યાં સાત હનુમાન નજીક પહોંચતા બંને શખ્સોએ રણજીતભાઈ મૂલીયાણાને માર માર્યો હતો. અને ધાકધમકી આપી રીક્ષા ચોટીલા તરફ આગળ ચલાવવા કહ્યું હતું.

જેથી રણજીતભાઈ મૂલીયાણાએ રીક્ષા ચોટીલા નજીક લઈને પહોંચતા બંટી બબલીએ વૃદ્ધ રીક્ષા ચાલકને ઢોર માર મારી રીક્ષા અને એક હજારની રોકડની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. વૃદ્ધને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે થોરાળા પોલીસે નોંધ કરી રીક્ષા ચાલકને માર મારી લૂંટ ચલાવનાર બંટી બબલીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement