ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પરસાણાનગરમાં કોર્ટ કેસ મામલે યુવાનના ઘરમાં ઘુસી સસરા-સાળા દ્વારા તોડફોડ

03:43 PM Oct 15, 2024 IST | Bhumika
Advertisement

જામનગર રોડ પર પરસાણાનગરમાં કોર્ટમાં ચાલતા કેસ મામલે ચાર આરોપીઓએ માથાકૂટ કરી સફાઈ કામદાર મહિલા અને તેમના પુત્ર સાથે ઝપાઝપી કરી ઘરમાં તોડફોડ કરી નુકશાન કર્યાની પ્ર. નગર પોલીસમાં મહિલાએ ફરિયાદ નોંધાઈ છે. વધુ મળતી વિગતો મુજબ,જામનગર રોડ પર પરસાણાનગરમાં રહેતા સફાઈ કામદાર મનુબેન મહેન્દ્રભાઈ શીંગાળા (ઉ.વ.56)ના ઘરે જઈ તેના વેવાઈ હિતેષ કાનજી ગડીયલ, મીલન ગડીયલ, સંદીપ ગડીયલ અને સાગર ગડીયલે તેની અને તેના પુત્ર મહેશ સાથે ઝપાઝપી કરી ગાળો દઈ ઘરના ટીવી અને બારીનો કાચ તોડી નાખ્યા બાદ તેને ધક્કો મારી પછાડી ઈજા કર્યાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલીસે જણાવ્યું કે, મહેશના લગ્ન આરોપી હિતેષની દિકરી ખુશાલી સાથે થયા હતા. દંપતી વચ્ચે મનમેળ ન થતાં પત્ની બે વર્ષથી માવતરે જતી રહી હતી અને ભરણપોષણનો તેમજ અન્ય કોર્ટ કેસ કર્યો હતો.જેના સમાધાન માટે ખુશાલી વારંવાર તેની પાસે રૂૂા.10 લાખની માંગણી કરતી હતી. જે કોર્ટ કેસ બાબતનો ખાર રાખી ઝપાઝપી કરાઈ હતી.હાલ પોલીસે ચારેય આરોપીને પકડી લેવા તજવીજ શરૂૂ કરાઇ છે.

Advertisement

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement