નવાગામમાં પારકી પરણેતરને નાનો ભાઇ ભગાડી જતા મોટાભાઇને માર ખાવો પડ્યો
નવાગામ (આણંદપર) શે રી નં.03 દ્રષ્ટિ વિલાની સામે રહેતા જીગરભાઈ ઉકાભાઈ વણકરિયા(ઉ. 38)નો નાનો ભાઈ કૌશિક ત્યાં નજીકમાં રહેતા વિજયભાઈની પત્નીને ભગાડી જતા વિજયના ભાઈ વિપુલ સહિત ચાર શખ્સોએ જીગરને બેફામ મારમારતા તેમને ઇજા પહોંચી હતી.આ મામલે કુવાડવા પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે.
જીગરભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું ફૂટવેર ની દુકાન ચલાવું છું મારા પરિવારમાં મારા પિતા ઉકાભાઈ તથા માતા વિનતાબેન તથા મારી પત્ની પ્રિયાબેન તથા મારો નાનો ભાઈ કૌશિકભાઈ છે.કૌશિકભાઈ આશરે આઠ દિવસ પહેલા કોઈને કંઇ કહ્યા વગર વિજયભાઈની પત્ની નયનાબેન ને લઈને જતો રહેલ હતો તે ક્યાં ગયેલ છે તેની જાણ નથી બાદમાં વિજયભાઈના ભાઈ વિપુલભાઈ બે-ત્રણ વા2 અમારા ઘરે આવ્યા હતા અને તેમના ભાઈ વિજયભાઈ ની પત્ની નયનાબેનને સોંપી દેવા માટે કહેતા હતા તથા અમને ધાક-ધમકી આપતા હતા.
પરંતુ એમના સાથે કૌટુંબિક સંબંધો હોય જેથી કોઈ પોલીસ ફરિયાદ કરેલ નહીં. બાદ તા.21/05ના બપોરના અમે અમારા ઘરે હતા ત્યારે આ વિજયભાઈના ભાઈ વિપુલભાઈ અમારા ઘરે આવેલ અને મને કહેલ કે વિજયભાઈની બંને દીકરીઓ સાથે આવેલ હોય તેમના નિવેદન લેવા માટે બી-ડિવિઝન પોલીસ સ્ટેશન જવાનું હોય જેથી તમે અમારી સાથે આવો તેમ કહેતા હું તેમની સાથે પોલીસ સ્ટેશન જવા માટે નીકળેલ હતો.દરમ્યાન ઘરની બહાર પહોચતા અમો બન્ને આ બાબતે વાતચીત કરતા હતા ત્યારે એક બાઈકમાં ત્રણ અજાણ્યા શખ્સો આવેલ જેના હાથમાં લોખંડના પાઇપ હોય જેમાંથી એક વ્યક્તિ પાસેથી વિપુલભાઈએ પાઇપ લઈને મને માથાના ભાગે પાઇપ મારેલ હતો.
બીજા અજાણ્યા ત્રણેય ઇસમો ભેગા મળીને મને હાથે પગે તથા શરીરે માર મારેલ હતો બાદ માણસો ભેગા થઈ જતા તેઓ બે બાઈક પર ત્યાંથી ભાગી ગયેલ હતા.બાદમાં કોઈએ 108માં ફોન કરતા 108 મારફતે મને સરકારી હોસ્પિટલ રાજકોટ ખાતે સારવારમાં લાવ્યા હતા.આ મામલે કુવાડવા પોલીસ માં ફરિયાદ નોંધાઈ હતી.