નાણાવટી ચોકમાં બુલેટના નાણાંની લેતી-દેતીમાં ગેરેજ સંચાલક બંધુ ઉપર ધોકા-પાઈપથી હુમલો
વેચાણ કરેલા બુલેટનો ચેક રિટર્ન થતાં નવો ચેક અથવા પૈસા આપવાનું કહેતા પિતા-પુત્ર સહિતના તૂટી પડ્યા : બંનેના હાથ ભાંગી નાખ્યા
શહેરના નાણાવટી ચોક પાસે બુલેટના નાણાની લેતી-દેતીમાં ગેરેજ સંચાલક બંધુ ઉપર ત્રણ શખ્સોએ ધોકા-પાઈપથી હુમલો કરી બંનેના હાથ ભંગી નાખતા ઈજાગ્રસ્ત બંધુને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. વપેચાણ કરેલા બૂલેટનો ચેક રિટર્ન થતાં નવો ચેક અથવા પૈસા આપવાનું કહેતા આરોપી પિતા-પુત્ર સહિતના તુટી પડયા હતાં. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ જૂના મોરબી રોડ ઉપર રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા પારસ મનસુખભાઈ ગોહેલ (ઉ.વ.25) અને તેનો ભાઈ અજય (ઉ.વ.22) આજે સવારે નાણાવટી ચોકથી રામેશ્ર્વર હોલ તરફના રસ્તે યશ બેકરી વાળી શેરીમાં હતા ત્યારે રાજુભાઈ ધોળકિયા અને તેની સાથેના બે શક્સોએ ધોકા-પાઈપથી હુમલો કરી માર મારતા બન્નેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
પ્રાથમિક તપાસમાં બન્ને ઈજાગ્રસ્ત ભાઈ સદરબજારમાં ગેરેજ ચલાવે છે. તેમણે ગાંધીગ્રામના રાજુભાઈને બુલેટ વેચ્યું હોયજેના નાણા ચૂકવવા રાજુભાઈએ રૂા. 1 લાખનો ચેક આપ્યો હતો. જે ચેક રિટર્ન થતાં બન્ને ભાઈ રામેશ્ર્વર હોલ પાસે રાજુભાઈ ધોળકિયા સાથે વાત કરવા ગયા હતા અને નવો ચેક અથવા બુલેટના લેણા નિકળતા પૈસા આપવાનું કહેતા ધોકા-પાઈપથી હુમલો કરી બન્ને ભાઈના હાથ ભાંગી નાખ્યા હતાં. આ અંગે યુનિવર્સિટી પોલીસે આરોપઓ વિરુદ્ધ ગૂનો નોંધવાતજવીજ હાથ ધરી છે.