ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીમાં મકાન માલિકને રૂમમાં બંધ કરી રૂા. 1.96 લાખની ચોરી

01:41 PM Jul 28, 2025 IST | Bhumika
Advertisement

મોરબીમાં ત્રણ મકાનમાંથી તસ્કરો રોકડ અને દાગીના સહીત 1.96 લાખની મત્તા ચોરી ગયા હતા બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

Advertisement

મોરબીની મધુવન સોસાયટીમાં રહેતા દીપકભાઈ ધીરજલાલ દલીચા (ઉ.વ.67) વાળાએ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 23 જુલાઈના રોજ ફરિયાદી તેના પત્ની અને પુત્ર સહિતના નીચે મકાનને લોક મારી ઉપર સુવા ગયા હતા સવારે ઉઠી રૂૂમનો દરવાજો ખોલવા જતા કોઈએ બહારથી બંધ કર્યો હતો જેથી બૂમો પાડતા પાડોશી મંજુબેન ઉપાધ્યાય આવ્યા હતા અને મકાનમાં સામાન વેરવિખેર હતો કબાટ અંદર રાખેલ સામના જોતા બે સોનાની બંગડી વજન આશરે 20 ગ્રામ કીમત રૂૂ 29,000 મંગલસૂત્ર આશરે 12 ગ્રામ કીમત રૂૂ 23,000 સોનાનો ચેઈન વાંજ આશરે 20 ગ્રામ કીમત રૂૂ 29,000 સોનાની બંગડી નંગ 02 આશરે 12 ગ્રામ કીમત રૂૂ 25,000 સોનાની વીંટી આશરે 03 ગ્રામ કિંત રૂૂ 10,000 સોનાની બુટી ડાયમંડવાળી નંગ 02 કીમત રૂૂ 3000, ચાંદીની પેન કીમત રૂૂ 1500 અને રોકડ રૂૂ 40,000 જોવા મળ્યા ના હતાં. તેમજ રીલીફનગરમાં રહેતા મિત્ર દીપકભાઈ પ્રભુલાલભાઈ મહેતાના મકાનમાંથી ચાંદીની ચેન 10 ગ્રામ કીમત રૂૂ 2000, લેડીઝ સોનાની વીંટી નંગ 03 વજન 10 ગ્રામ કીમત રૂૂ 6500, સોનાના પાટલા કીમત રૂૂ 7000 અને નાકની ચૂંક અને રોકડ રકમ તથા રામજીભાઈ માવજીભાઈ પરમાર રહે શાંતિવન સોસાયટી વાળાના મકાનમાંથી કાનના દાણા, ચાંદીના સાંકડા, રોકડ રૂૂ 3000 સહિતનો મુદામાલ સહીત કુલ રૂૂ 1,96,000 ની મત્તા ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Tags :
crimegujaratgujarat newsmorbimorbi newstheft
Advertisement
Next Article
Advertisement