મિલપરામાં પુત્રવધૂએ સસરાને ચા માં ઘેનના ટીકડાં પીવડાવી દીધા
પોલીસ પહોંચે તે પહેલા જ વૃદ્ધ હોસ્પિટલમાંથી ભાગી ગયા
શહેરના મીલપરા વિસ્તારમાં પુત્રવધુએ જ સસરાને ચા માં ધેનના ટીકડા પીવડાવી દેતા વૃદ્ધ સારવાર માટે હોસ્પિટોમાં દાખલ થયા હતા. કે જે, પોલીસ પહોંચે તે પહેલા જ હોસ્પિટલમાંથી ભાગી ગયા હતા. ત્યારે સત્ય હકિકત શુ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મીલપરા શેરી.ન.ં7/18ના ખૂણે રહેતા સાબુમલ પાલુમલ તલવાણી (ઉ.વ.68) નામના સિંઘી વૃદ્ધ આજે સવારે 7 વાગ્યાના અરસામા પોતાના ઘરે હતા ત્યારે તેની પુત્રવધુએ ચા મા ધેનના ટીકડા નાખી પીવડાવી દેતા તેઓ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા જેથી સિવિલ ચોકીના સ્ફાટે પ્રાથમિક નોંધ કરી ભકિતનગર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો. જો કે, પોલીસ પહોંચે તે પહેલા જ વૃદ્ધ હોસ્પિલમાંથી નાશી ગયા હતા. જેથી હકીકતે પુત્રવધુએ ચા માં ધેનના ટીકડા પીવડાવી દીધા કે અન્ય કઇ? તે અંગે જાણી શકાયુ નથી.