મેઘમાયાનગરમાં પતિએ ચારિત્રય પર શંકા કરી પત્નીને માર માર્યો
શહેરમાં નાના મવા મેઈન રોડ ઉપર રાજનગર ચોક પાસે આવેલ મેઘમાયાનગરમાં રહેતી પરિણીતાના ચારિત્ર પર શંકા કરી પતિએ પાઇપ વડે માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નાના મવા મેઇન રોડ ઉપર રાજનગર ચોક પાસે આવેલ મેઘમાયાનગરમાં રહેતી ચંદ્રિકાબેન હરેશભાઈ સાગઠીયા નામની 35 વર્ષની પરિણીતા રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી. ત્યારે તેના પતિ હરેશ સાગઠીયાએ ચારિત્ર પર શંકા કરી પાઇપ વડે માર માર્યો હતો.
પરિણીતાને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
ચોટીલાના રાજપરા ગામે રહેતો કમલેશ સોમાભાઈ ચાવડા નામનો 32 વર્ષનો યુવાન બામણબોર પાસે આવેલા ગારીડા ગામે હતો. ત્યારે રાત્રીના દસેક વાગ્યાના અરસામાં જશા નામના શખ્સે કુતરૂૂ બાંધવા મુદ્દે કમલેશ ચાવડા સાથે ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
--