For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દસ માસ પહેલાં પ્રેમલગ્ન કરનાર યુવતિ પર પતિ સહિતના સાસરિયાઓએ ત્રાસ ગુજાર્યો

11:49 AM Dec 26, 2023 IST | Sejal barot
દસ માસ પહેલાં પ્રેમલગ્ન કરનાર યુવતિ પર પતિ સહિતના સાસરિયાઓએ ત્રાસ ગુજાર્યો

રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે રહેતી અને 10 માસ પહેલા જ પ્રેમલગ્ન કરનાર યુવતિ પર પતિ સહિતના સાસરિયાઓએ ત્રાસ ગુજાર્યાની અને હવે અહીં આવીશ તો પાછી જીવતી નહીં જઈશ તેમ કહી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ધોરાજી કાજી મસ્જીદ પાસે રહેતી મહેતાલબેન ઈમરાન ધાનાણી (ઉ.વ. 21)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જૂનાગઢ સુખનાથ ચોકમાં રહેતા પતિ ઈમરાન ઈબ્રાહીમ ધાનાણી, સસરા ઈબ્રાહીમ ઈસ્માઈલ ધાનાણી, દીયર અકરમ ઈબ્રાહીમ અને નણંદ મુસ્કાનબેન ઈબ્રાહીમ ધાનાણીના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવતિને ઈમરાન સાથે પ્રેમ સબંધ હોય ગત તા. 27-2-23ના રોજ પ્રેમ લગ્ન કરી ફરિયાદી યુવતિ પતિ સાથે રહેવા જતી રહી હતી.
લગ્નના બે માસ સારી રીતે રાખ્યા બાદ ઘરકામ અને જમવા બાબતે પતિ સહિતના સાસરિયાઓ ઝઘડા કરી ત્રાસ આપતા હતા અને પતિ મારકુટ કરતો હતો. જ્યારે નણંદ અને દીયર પતિની ચડામણી કરી અને ધોરાજી મુકી આવો તેમ કહેતા હતા.
પતિ સહિતના સાસરિયા ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય યુવતિ રિસામણે જતા રહ્યા બાદ પતિ સહિતના સાસરિયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વીંછિયા લગ્નમાં આવેલ યુવક પર બે શખ્સોનો હુમલો
વિછિયાના કોટડા ગામે રહેતા રાહુલ ભીખાભાઈ સોલંકી (ઉ.વ.25) વિછિયા ગામે લગ્નમાં આવ્યો હતો ત્યારે ઝઘડો થતાં સંજય કરશનભાઈ ધાંધલ અને કુલદીપ કરશનભાઈ ધાંધલે પાઈપ વડે મારમારી ધમકી આપી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે ઝપાઝપીમાં ફરિયાદી યુવાનનો સોનાનો ચેઈન પડી ગયો હોવાનું જણાવ્યું છે.
ગોંડલના ઘોઘાવદર ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા
ગોંડલના ઘોઘાવદર ગામે જાહેર ચોકમા તીનપત્તીનો જુગાર રમતા જીતેન્દ્ર વિનુભાઈ મકવાણા (ઉ.વ.32), રાજુભાઈ ડાભી (ઉ.વ.40) અને ભરત રઘાભાઈ ડાભી (ઉ.વ.35)ની પોલીસે ધરપકડ કરી રૂા. 52,300ની રોકડ રકમ કબ્જે કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement